સૌરાષ્ટ્રમાં ડુંગળી મબલક…!!

સૌરાષ્ટ્રમાં ડુંગળીની મબલક...!!
સૌરાષ્ટ્રમાં ડુંગળીની મબલક...!!


હાલ સૌરાષ્ટ્રના જામનગર, કાલાવડ, પડધરી, ગોંડલ અને ધોરાજી ખાતેથી ડુંગળીની મબલક આવક થઈ રહી છે. આ યાર્ડમાં ઠાલવવા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે બાંગ્લાદેશ સુધી પણ ડુંગળી મોકલવામાં આવી રહી છે.

ધોરાજી માર્કેટ યાર્ડના વેપારી દિપકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ધોરાજી યાર્ડમાં 20 જેટલા કાયમી વેપારીઓ છે કે જે કાયમી ડુંગળીનો વેપાર કરી રહૃાા છે. આજે લોકલ આવક શરૂ થતા ભાવમાં પણ અસર જોવા મળી છે. હાલ યાર્ડમાં રૂપિયા 100થી 400 સુધીમાં એક મણ ડુંગળી વેચવામાં આવી રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જ્યારે છૂટક વેપારીઓ 30 રૂપિયા કિલોના ભાવે ડુંગળી વેચી રહૃાા છે. વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે આ સમયે 20,000 બોરીની આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે ડુંગળીની આવક ઓછી જોવા મળી રહી છે. હાલ લગ્નની સિઝન હોવાથી ડુંગળીની માંગ પણ વધુ હોવાથી આવક થયા બાદ તેનો નિકાલ પણ તુરંત થઈ જાય છે.

આથી યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતો નથી અને બગાડ પણ થતો નથી. સાથે રોજ નવી આવકની ડુંગળી બજારમાં લોકોને મળી રહે છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ચોખ્ખું થતા ડુંગળીની આવકમાં મબલક વધારો થયો છે. છેલ્લા 10 દિવસથી રાજકોટ અને બે દિવસથી ધોરાજી યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ચૂકી છે.

રાજકોટ યાર્ડમાં આજે 10 હજાર બોરી ડુંગળીની આવક થઇ છે. જ્યારે ગોંડલમાં 55થી 60 હજાર બોરી મબલક ડુંગળીથી યાર્ડ ઉભરાયું છે. ધોરાજીમાં એક મણ ડુંગળીનો ભાવ 100થી 400 રૂપિયા અને ગોંડલમાં 100થી 500 રૂપિયા બોલાય રહૃાો છે. ખેડૂતોને ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહૃાા છે.

ડુંગળીની ગુજરાત સિવાયના રાજ્યો અને બાંગ્લાદેશ સુધી કરવામાં આવી રહી છે.ધોરાજી યાર્ડથી લોકલની સાથે સાથે ડુંગળીની નિકાસ ગુજરાત બહારના રાજ્યો તેમજ બાંગ્લાદેશ સુધી કરવામાં આવી રહી છે.

Read About Weather here

રાજકોટ જૂના માર્કેટ યાર્ડ ખાતે 10 દિૃવસ પૂર્વે ડુંગળીની 2000થી 3000 ગુણીની આવક થતી હતી. જે હાલ વધીને આજે અંદાજે 10000 જેટલી ગુણીની આવક થઈ રહી છે. આ આવક આગામી દિવસોમાં વધશે તેવો અંદૃાજ આંકવામાં આવી રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here