સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ: ચાર શખ્સો પકડાયા

સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ: ચાર શખ્સો પકડાયા
સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ: ચાર શખ્સો પકડાયા

પંજાબથી ગેરકાયદેસર હથિયારો લાવી ગુજરાતમાં વેચવાનું મોટું રેકેટ ખુલશે: બે પિસ્તોલ કબજે: રાજકોટ રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમના ગોંડલ તથા વિંછીયામાં દરોડા

રાજકોટ જિલ્લાના ગોંડલ તથા વિંછીયા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 4 શખ્સોને રાજકોટ રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા અને ટીમના બે દરોડા પાડી ઝડપી લઇ સપ્લાયર,વેચનાર

Visit Saurashtra Kranti Homepage here

અને ખરીદનાર સામે આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધ્યા છે.પકડાયેલા ત્રણ શખ્સો વચેટિયા તરીકે કામ કરતા હતા જયારે પકડાયેલ મુખ્ય સુત્રધાર 20 વર્ષનો છે અને તે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર વેચવાનું મોટું રેકેટ ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

આ મામલે રાજકોટ રૂરલ એસ.ઓ.જીની ટીમે રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી છે.સુત્રધાર ઘોડા લે-વેચનું કામ કરતો હોય તેને પંજાબથી આ હથિયાર મંગાવ્યા હોવાનું ખુલ્યું છે.

રાજકોટ રેન્જ ડી.આઈ જી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી જીલ્લામાંથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે

સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમી મળી હતી કે ગોંડલમાં આવેલ વછેરાના વાડા નજીક અલખ ચબુતરા પાસે સાવનભાઇ શીવરાજભાઇ

ચૌહાણ (ઉ.વ.28) તથા તેનો ભાગીદાર ઉત્સવ મહેન્દ્રભાઇ ગોહિલ (ઉ.વ.21) પાસે ગેરકાયદેસર હથિયાર વેચવા ઉભા હોય જેના આઘારે દરોડો પાડતા તેની પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી.

સાવનભાઇ ચૌહાણ તથા તેનો ભાગીદાર ઉત્સવ ગોહિલ સાથે દરોડા વખતે સ્થળ ઉપર થી અન્ય એક શખ્સ મળી આવ્યો હતો જે ગીરસોમનાથ જીલ્લાનો કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામનો વિશાલભાઇ પ્રતાપભાઇ મોરી ( ઉ.વ.24) હોવાનું ખુલ્યું હતું

ત્રણેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સાવનભાઇ ચૌહાણ તથા તેનો ભાગીદાર ઉત્સવ ગોહિલ બન્ને મળી ગીરદેવડી ગામના વિશાલભાઇ મોરીને આ હથીયાર વેચવા આવ્યા હતા વિશાલ આ પિસ્તોલ ખરીદવા આવ્યો હતો.

ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરતા સાવનભાઇ ચૌહાણ તથા ઉત્સવે આ પિસ્તોલ ઘોડા લે-વેચનું કામ કરતા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના

નાગનેશ ગામના કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી ખરીદ કરી હોવાનું જણાવ્યું હતું, કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા હાલ વિછીયા તરફ હોવાની માહિતી મળી હતી.

રાજકોટ રૂરલ એસ.ઓ.જીની ટીમે પકડાયેલ આરોપીઓની વિશેષ પુછપરછ કરી આ ગેરકાયદેસર હથિયારની હેરાફેરીના મુળ સુધી પહોંચવા એસ.ઓ.જી.ની એક ટીમને તાત્કાલિક વિછીયા વિસ્તારમાં મોકલતા વિંછીયાથી બોટાદ રોડ પર આવેલ માંડવ રાયજી

હોટેલ પાસેથી કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભાને ઝડપી લઇ તપાસ કરતા તા તેના પેન્ટના નેફામાંથી વધુ (એક) ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા એસ.ઓ.જીની ટીમે આ અંગે બીજો ગુન્હો વિંછીયા પો.સ્ટે.માં નોંધવાની તજવીજ કરી

કુષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા તેમજ સાવનભાઇ શીવરાજભાઇ ચૌહાણ, ઉત્સવ મહેન્દ્રભાઇ ગોહિલ, વિશાલભાઇ પ્રતાપભાઇ મોરીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

Read About Weather here

એસ.ઓ.જીએ દેશી બનાવટની 2 પિસ્ટલ રૂ.20,000,કાર્ટીઝ નંગ- 4, કિ.રૂ.400, મોટર સાયકલ નંગ-1 કિ.રૂ.40,000,5 મોબાઇલ ફોન કિ.રૂ.60,000 મળી કુલ રૂ.1,20,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીએ પંજાબથી હથીયાર ગુજરાતમાં ઘુસાડનારની ધરપકડ માટે વધુ તપાસ શરુ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here