સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો: નર્મદામાં 10 સે.મી.પાણીનો વધારો

સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો: નર્મદામાં 10 સે.મી.પાણીનો વધારો
સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો: નર્મદામાં 10 સે.મી.પાણીનો વધારો

આજી-2, વેણુ-2, મોતીસર, ઘોડાધ્રોઇ, બ્રાહ્મણી-2, ડેમી-3, ફુલઝર-1, ફુલઝર(કોબા) અને ઉમિયાસાગર જળાશય ઓવરફલો થયા: ભાદર, મોજ,ફોફળ, ન્યારી, મચ્છુ, ફુલઝર સહિત સૌરાષ્ટ્રનાં 37 ડેમોમાં 24 કલાકમાં 1 થી 12 ફુટ નવા નીર ઠલવાયા

રાજકોટ સહિત સૌરાષ્ટભરમાં છેલ્લા બે દિવસ ભારે વરસાદનાં પગલે ખેડૂતોના જીવમાં જીવ આવી ગયો છે અને ઠેર ઠેર ભારે વરસાદથી નદી, નાળા, જળાશયોમાં નવા નીરની ભરપુર આવકો થવા પામી છે. અને હજુ પણ નવા નીર આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળ આવતા સૌરાષ્ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 78 પૈકી 37 ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન 1 થી 11 ફુટ જેટલા નવા નીરની ધીંગી આવક થવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

આ ઉપરાંત રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં 9 ડેમો ઓવરફલો પણ થઇ ગયા છે. આ અંગેની રાજકોટ સિંચાઇ વર્તુળના ફલડ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાનો વેણુ-2, આજી-2 અને મોતીસર ડેમ ઓવરફલો થઇ ગયો છે. જયારે મોરબી જિલ્લામાં ધોડાધ્રોઇ, બ્રાહ્મણી-2 અને મચ્છુ-3 ડેમ ઓવરફલો થઇ ગયા છે. તેમજ 24.77 ફુટની સપાટી ધરાવતો ડેમી-1 ડેમ 23 ફુટ સુધી ભરાઇ જતા છલકાયાની તૈયારીમાં છે.

તેમજ જામનગર જિલ્લામાં પણ ત્રણ ડેમો ઓવરફલો થઇ ગયા છે જેમાં ફુલઝર-1, ફુલઝર (કોબા) અને વાડીસંગનો સમાવેશ થાય છે. દરમ્યાન રાજકોટ સિંચાઇ વર્તુળનાં જે 37 ડેમોમાં નવા નીર આવ્યા છે. તે પૈકી રાજકોટ જિલ્લનાં 17, મોરબી જિલ્લનાં 9, જામનગર જિલ્લાનાં 9 અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 2 ડેમોનો સમાવેશ થાય છે. રાજકોટ સિંચાઇ વર્તુળના 78 પૈકી 37 ડેમોમાં 1 થી 11 ફુટ નવા નીર ઠલાવાયા છે.

આ અંગેની વિસ્તૃત વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં ભાદર-1માં અર્ધો ફુટ, મોજમાં 11.91 ફુટ, ફોફળમાં 5.22 ફુટ, વેણુ-2માં 5.41 ફુટ, આજી-1માં પોણો ફુટ, આજી-3માં 4.92 ફુટ, સોડવદરમાં 8.20 ફુટ, ડોંડીમાં 5.74 ફુટ, વેરીમાં 3.35 ફુટ, ન્યારી-1માં 3 ફુટ, ન્યારી-2માં 3.28 ફુટ, મોતીસરમાં 8.53 ફુટ, ખોડાપીરમાં 3.61 ફુટ, લાલપરીમાં 0ય ફુટ, છતરવાડી-1માં 7.55 ફુટ, છાપરવાડી-2માં 9.84 ફુટ, અને ભાદર-2માં 6.07 ફુટ નવા નીરથી આવક થઇ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો થયો છે.

Read About Weather here

દમણ ગંગા ડેમના 2 ગેટ ખોલવા પડયા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં 10 સે.મી.નો વધારો થયો છે. વરસાદને કારણે 22.772 કયુસેક પાણીની આવક થતા સપાટી 115.37 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે. જેની સામે કેનાલમાં 4230 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજયના ઉકાઇ, વાત્રક, મેશ્ર્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં વરસાદને પગલે પાણીની આવક વધી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here