સૌરાષ્ટના શેત્રુંજી સહિત રાજયના વધુ 4 ડેમ વિસ્તારમાં સી-પ્લેનની સુવિધા

સૌરાષ્ટના શેત્રુંજી સહિત રાજયના વધુ 4 ડેમ વિસ્તારમાં સી-પ્લેનની સુવિધા
સૌરાષ્ટના શેત્રુંજી સહિત રાજયના વધુ 4 ડેમ વિસ્તારમાં સી-પ્લેનની સુવિધા

સહેલાણીઓને આકર્ષવા માટે કેવડિયા સુંદર આયોજન

અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થવાના હજી કોઇ ઠેકાણાં નથી ત્યારે રાજ્ય સરકારે કુલ છ સ્થળોએ સી-પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી-પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી-પ્લેનની માંગણી કરવામાં આવી છે.ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપ ઝડપથી શરૂ થાય તે હેતુસર જમીન સોપણી માટે કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે.

એવી જ હીતે ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે

પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષી-લિન્ક સાથે કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્ર્નો સત્વરે હલ કરવા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રીવરફ્રન્ટ, કેવડિયા, પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઇ ડેમ અને સુરતના ઉકાઇ ડેમ જેવા સ્થળો સી-પ્લેન સુવિધા માટે નિયત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા અમદાવાર રીવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સી-પ્લેન મરામત માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી-પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી-પ્લેનની માગણી કેન્દ્ર સમક્ષ કરી છે.

સાબરમતી રીવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર અને સાંજ માટેની બે ફ્લાઇટ સુવિધા શરૂ કરવા કેન્દ્રની પરવાનગી માંગવામાં આવી છે.રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતિમ તબક્કામાં છે.

રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે.

આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં શરૂ કરાશે. વર્ષ 2019માં રાજ્ય સરકારે 191 કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરેલી છે.

આ પહેલાં 20 વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એરએમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે.

રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માંગણી કરી હતી,

પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરશે.

Read About Weather here

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે એ માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here