શુક્રવારે 4 વિદ્યાર્થી અને શિક્ષક કોરોના સંક્રમિત થતા તંત્ર એકશન મોડમાં
ડીઇઓ દ્વારા શહેરની 26 સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાયું
પડધરી પાસે 3 સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરતા જીલ્લા શિક્ષણાધીકારી
જરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જોકે બાળકો સ્કૂલે પહોંચતાં જ હવે તેમનામાં કોરોનાના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાનો શાળામાં પણ પ્રવેશ થતા જુદી જુદી 4 સ્કૂલના 4 બાળકો અને 1 શિક્ષક કોરોના સંક્રમિત થતાં શાળાસંચાલકો અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ધુલેશિયા સ્કૂલના એક શિક્ષક પણ સંક્રમિત થતા આ તમામ શાળાઓ આગામી એક સપ્તાહ સુધી બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે.
એકસાથે ચાર સ્કૂલમાં બાળકો અને શિક્ષક પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકો અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.રાજકોટ શહેરની ચાર સ્કૂલના ચાર બાળકો અને એક શિક્ષક કોરોના સંક્રમિત થતાં હાલ તમામ શાળાઓને એક સપ્તાહ માટે બંધ રાખવા સૂચના આપી દેવાઈ છે.
સપ્તાહ બાદ પણ જો સ્કૂલમાં પરિસ્થિતિ કાબૂમાં હશે અને કોવિડની ગાઈડલાઈન માટેની પૂરતી વ્યવસ્થા હશે તો તેનો રિવ્યૂ કરીને સ્કૂલ ખોલવા દેવાશે. દરેક શાળાએ ખાસ કાળજી રાખવી પડશે.
શિક્ષણ અને આરોગ્ય વિભાગ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરે કે સ્કૂલો ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ? જે શાળા ગાઈડલાઈનનું પાલન ન કરે તે સ્કૂલ સામે તંત્ર કડક કાર્યવાહી કરે, જરૂર પડ્યે કેટલાક દિવસ સ્કૂલ બંધ કરાવે. કડકાઈ દાખવવી જરૂરી બની છે.
Read About Weather here
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ દરરોજ 25થી વધુ સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જ્યાં જ્યાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નહીં હોય તે શાળાઓ સામે પગલાં પણ લેવાશે. રાજકોટની એકસાથે ચાર સ્કૂલમાં બાળકો અને શિક્ષક સંક્રમિત થતા હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here