પીપળીયા પાસે પકડાયેલા દારૂ પ્રકરણમાં એક શખ્સની ધરપકડ: નીલકંઠ પાર્કમાં દેશી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ
શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિપ્ર શખ્સને મોંધીદાટ વિદેશી દારૂની 19 બોટલ કિંમત રૂ.35250 સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસ મથકનાં પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જ્દેજા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
Subscribe Saurashtra Kranti here
ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે સોમનાથ સોસાયટી શેરી.13 માં રહેતા પંકજ ભરત પંડ્યા (ઉ.વ.43) નામના વિપ્ર શખ્સનાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા મોંઘીદાટ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 19 બોટલ કિંમત 35250ની મળી આવતા પોલીસે પંકજ પંડ્યાની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર ચિરાગ પટેલ નામના શખ્સની શોધખોળ આદરી છે.
જયારે અન્ય એક બનાવમાં અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમે ગત તા.3/3નાં પીપળીયા ગામ નજીક આવેલી સોસાયટી કિંગ રેસીડેન્સી પાસેથી વિદેશીદારૂની 16 બોટલ કિંમત રૂ. 29000 નાં મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હોય આ પ્રકરણમાં નસતો ફરતો રસિક જયંતિ દુધાગ્રા (રહે, સેટેલાઈટ ચોક પ્રગતિ સ્કૂલવાળી શેરી) નામના શખ્સનું નામ ખુલતા ક્રાઈમ બ્રાંચની ટીમે રસિક પટેલની ધરપકડ કરી છે.
Read About Weather here
જયારે કલાવડ રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં સંજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે, રવિપાર્ક) નામનો શખ્સ રહેણાંક મકાનમાં દેશી દારૂની મીની ફેક્ટરી ચલાવતો હોવાની હકીકત મળતા ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસનાં પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે રેડ કરી દેશી દારૂ બનાવવાના સાધનો તેમજ દેશીદારૂનો જથ્થો સહિત કુલ રૂ.10120 નો મુદ્દામાલ કબ્જે કરી સંજયસિંહ જાડેજાની ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here