આજે સવારથી સુરત અને અમદાવાદમાં મેઘરાજાએ જોરદાર આગમન કર્યું હતું અને સવારથી વરસાદ ચાલુ થયો છે જે બપોર સુધી ચાલુ હોવાના વાવડ મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘસવારી ચાલુ રહી છે. વર્ષાતાંડવથી ભારે તારાજીનો સામનો કરતા બોરસદ શહેર અને તાલુકામાં ગઈકાલથી ફરી ભારે વરસાદ શરૂ થયો હતો.
ગઈકાલથી દેવભૂમિ દ્વારકા પંથક અને જામનગર જિલ્લામાં જોરદાર વરસાદ પડવાનું શરૂ થયું છે. રવિવારે જામજોધપુરમાં સવા ઇંચ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો જળબંબાકાર થઇ ગયા હતા. લાલપુરમાં પણ ગઈકાલે દોઢ ઇંચ વરસાદ થયો હતો. દ્વારકાનાં દરિયામાં કરંટ આવતા ઉંચા- ઉંચા મોજા ઉછળવા લાગ્યા હતા. રવિવારે દ્વારકા અને જામનગર જિલ્લામાં સારો વરસાદ થયો હતો. જામનગર અને જોડિયામાં એક ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી સુરતનાં રાંદેર, કતારગામ, અઠવાઝોન, લીંબાયત અને પર્વત પાટિયા વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. હજુ વધુ વરસાદની આગાહી થઇ છે.
આણંદ જિલ્લાનાં બોરસદમાં ભારે વર્ષાતાંડવથી ભારે નુકશાન અને તારાજી સર્જાયા બાદ બે દિવસ મેઘરાજાએ બ્રેક રાખ્યો હતો પણ ગઈકાલથી ફરી બોરસદ, ભાદરણ, વડેલી, સિસવા વગેરે વિસ્તારોમાં એકધારો જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો ફરી જળબંબાકાર થઇ જતા જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં અઢી ઇંચ, સતલાસણામાં સવા બે, વડાલીમાં પોણા બે, માંગરોળમાં દોઢ, માંડવી અને વિજયનગરમાં સવા ઇંચ, વીરપુરમાં દોઢ ઇંચ, ખાંભામાં સવા ઇંચ, સોનગઢમાં દોઢ ઇંચ, કરજણમાં સવા ઇંચ અને ગણદેવીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. એનડીઆરએફની એક ટીમ પાલનપુરમાં તૈયાર કરવામાં આવી છે. તાજેતરનાં નોંધપાત્ર વરસાદને કારણે રાજયનાં જળાશયોમાં પાણીનો જથ્થો વધીને 33.40 ટકા થયો છે. દક્ષિણ ગુજરાતમાં ડેમોની જળરાશી 42.22 ટકા અને સૌરાષ્ટ્રનાં ડેમોમાં 24.9 ટકા જળરાશી છે.
Read About Weather here
આવતા બે દિવસ એટલે કે 6 જુલાઈ સુધીમાં અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી થઇ છે. તા.7 અને 8 નાં રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરા, ભરૂચ વગેરે વિસ્તારોમાં ધોધમાર અને જોરદાર વરસાદની આગાહી થઇ છે. લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here