સુરતમાં 7 વર્ષના બાળકને ટોયલેટમાં લઈ જઈ કિશોરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અમેરિકામાં પ્રાપ્ત ધન વડે ગુજરાતની અનેક ગરીબ બાળાઓનાં જીવનમાં ખુશાલીનાં સૂર રેલાવશે કીર્તિદાન ગઢવી
અમેરિકામાં પ્રાપ્ત ધન વડે ગુજરાતની અનેક ગરીબ બાળાઓનાં જીવનમાં ખુશાલીનાં સૂર રેલાવશે કીર્તિદાન ગઢવી
ગંદાકામ અંગે બાળકે પરિવારને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

Visit Saurashtra Kranti Homepage here

સુરતના રાંદેરમાં એક કિશોરે 7 વર્ષના માસૂમ સાથે ટોયલેટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે હોબાળો મચી ગયો હતો. રડતાં રડતાં ઘરે આવેલા માસૂમએ પરિવારને પોતાની સાથે થયેલા ગંદા કામ બાબતે જણાવતા શ્રમજીવી પરિવાર ચોંકી ગયો હતો.

એટલું જ નહીં, પણ માસુમ દીકરાને પોતાની વાસનાનો ભોગ બનાવનાર કિશોર સામે ફરિયાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાય.જી. ગિરનાર (પીએસઆઇ રાંદેર) એ જણાવ્યું હતું કે, ઘટના શુક્રવાર સાંજે બની હતી. 7 વર્ષનો બાળક તેના મિત્રો જોડે ઘર નજીક ખુલ્લા મેદાનમાં રમવા ગયો હતો. જયાંથી રડતા રડતા પરત ફરતા પરિવાર ગભરાયું હતું.

પૂછપરછમાં માસુમએ જણાવ્યું હતું કે,તેની સાથે ગંદુ કામ (સૃષ્ટિ કૃત્ય) થયું છે. ખૂબ પીડા થાય છે. પરિવારે આ બાબતે રાંદેર પોલીસનો સંપર્ક કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં માસુમ બાળકએ ઘટના સ્થળ બતાવતા પોલીસ સમરસ બિલ્ડીંગના ટોયલેટ સુધી પહોંચી હતી. બાળક સાથે આવું કૃત્ય કરનાર પણ કિશોર એટલે કે 12-15 વર્ષની ઉંમરનો હોવાનું કહેવાય છે. એક જ સમાજના છે.

Read About Weather here

હાલ તમામ કાયદાકીય તપાસ કરી ઉપરી અધિકારીઓને આ બાબતે જાણ કરાઈ છે. પીડિત બાળકની મેડિકલ તપાસ કરાઈ છે. જ્યારે આરોપી કિશોરને હજી કસ્ટડીમા લેવાનો બાકી છે. અધિકારીઓના માર્ગ દર્શન હેઠળ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here