એલ.આઈ.સીની ઓફિસમાં કામ કરતા પટેલ યુવાને સહકર્મી પરિણીતાના છૂટાછેડા થયા બાદ સાથે લગ્ન કર્યા ; બાદમાં તેના પૂર્વ પતિએ ગાળો ભાંડી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
અંતે પટેલ યુવાને તપાસ કરતા તેની પત્ની ગીતા, તેના પૂર્વપતિ યોગેશ સાથે તેની માતા મીનાના ઘરે સાથે રહેતા હોવાનું ખુલ્યું ; માતા- પુત્રી,જમાઈ સહિત ચાર જણાએ કાવતરું રચીને પૈસા પડાવવાનો ખેલ શરૂ કરતાં યુવકની અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી
Visit Saurashtra Kranti Homepage here
સુરતના કેનાલ રોડ પર સ્તુતિ અરિસ્તા એપાર્ટમેન્ટમાં રહેતા એલ.આઈ.સી એજન્ટનું કામ કરતા પટેલ યુવાને અડાજણ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની, તેનો પૂર્વ પતિ, તેની માતા, તેના ભાઈ સામે છેતરપિંડી- ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા અરજી કરી છે.
છેતરપીંડીના બનાવ અંગે સુરતના કેનાલ રોડ પર સ્તુતિ અરિસ્તા એપાર્ટમેન્ટમાં રહેતા એલ.આઈ.સી એજન્ટનું કામ કરતા અલ્પેશ હસમુખ પટેલ ( ઉ.વ ૪૪)એ અડાજણ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની ગીતા પટેલ, તેનો પૂર્વ પતિ યોગેન્દ્ર ભુપત મીઠાઈવાળા, ગીતાની માતા મીનાબેન સુબોધ નાતાલવાળા,તેના પુત્ર અંકિત સુબોધ નાતાલ વાળા સામે છેતરપીંડી કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૩૮૪,૪૦૬,૪૨૦,૫૦૩,૫૦૪,૫૦૬ મુજબ ગુનો નોંધવા માંગ કરી છે.
પટેલ યુવાને ફરિયાદી જણાવ્યું છે કે પોતાના વર્ષ ૨૦૦૨ માં અમૃતા ધ્રુવકુમાર ટોપીવાલા સાથે લગ્ન થયા હતા. જેના થકી એક પુત્રી કાવ્યાનો જન્મ થયો હતો. બાદમાં ૨૦૧૭ માં અમૃતાનું અવસાન થયું હતું. ત્યારબાદ ૨૦૧૭ માં એલઆઇસી ઓફિસમાં કામ કરતી ગીતા સાથે સંપર્ક થયો હતો.
બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. મિત્ર ગીતાને તેનો પતિ યોગેશ અવાર નવાર મારકુટ કરી કાઢી મુકતો હોવાથી મારી મદદ માંગતી હતું. હું ઘણી વખત દંપતી વચ્ચે સમાધાન કરાવી દેતો હતો. પરંતુ વર્ષ ૨૦૨૦ માં ગીતા અને યોગેશ વચ્ચે ટેલિફોનિક છૂટાછેડા થયા હતા.જેથી ૬- ૧૦- ૨૦૨૦માં મેં ગીતા સાથે લગ્ન કરી લીધા હતા.
Read About Weather here
બાદમાં ૨૮ નવેમ્બર ૨૦૨૦ થી યોગેશ મીઠાઈવાળા એ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મારી સાથે પત્ની ગીતા- તેનો પૂર્વ પતિ યોગેશ ષડ્યંત્ર રચતા હોવાની જાણ થતાં હું ગીતાની માતા મીના નાતલવાળા , તેના ભાઈ અંકિત નાતલવાળને મળવા ગયો હતો.જ્યાં ૨૩ ફેબ્રુઆરીના રોજ જતા પત્ની ગીતા, પતિ યોગેશ,તેની માતા મીના બધા એકસાથે જોવા મળ્યા હતા.
મારે ગીતા સાથે છુટાછેડા જોતા હોય તો મારે રૂ. ૫ લાખ આપવા પડશે તેવી માંગણી કરી હતી.હાલ મારા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ખોટા કેસ કરી પૈસાની માંગણી કરતા હોયતો અમને ન્યાય અપાવવા રજુઆત છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here