સુપેડીમાં ખનીજ ચોરી
સુપેડીમાં ખનીજ ચોરી

સુપેડીનાં બે શખ્સો સહિત પાંચ સામે નોંધાતો ગુનો

ધોરાજીનાં સુપેડી ગામે ખનીજ ચોરી અટકાયત રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા સુપેડી ગામનાં હિતાચી, જેસીબીનાં ચાલક સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ ભુફતર વિજ્ઞાન અને ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ સુંદરજીભાઈ બારૈયા (ઉ.વ.૨૫) (રહે.રાજકોટ) એ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીમાં હિતાચી મશીન, જેસીબી મશીનનાં ચાલક તથા ટ્રક નંબર જીજે-3-બી.વી.૬૯૦૪ નો ડ્રાઈવર સુપેડી ગામે રહેતો પારસ જમન રાદડિયા, હેસુર નયુ ભીંટ સહિત પાંચનાં નામ આપ્યા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

રોયલ્ટી ઇન્સ્પેક્ટર ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભુસ્તર શાસ્ત્રીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજયભાઈ બારૈયા સ્ટાફનાં અન્ય વ્યક્તિઓ સાથે જીલ્લામાં ચાલતા ગેરકાયદે ખનીજનાં સંગ્રહમ ખજન,વહન અટકાવવા ખાનગી વાહનમાં ગયા હતા. ત્યારે સૂપેડી ગામે ખનીજ ચોરી થતી હોય સ્ટાફનાં માણસો તથા રોયલ્ટી ઇન્સ્પેક્ટર આ ગેરકાયદે ખનીજ ચોરી અટકાવતા હિતાચીનાં ડ્રાઈવર, જેસીબીનાં ડ્રાઈવર તથા ટ્રકનાં ડ્રાઈવર અને સૂપેડી ગામનો પારસ રાદડિયા તથા હેસુર ભીંટ સહિતનાં શખ્સોએ તેની ફરજમાં રૂકાવટ કરી લોખંડનાં પાઈપ વડે હુમલો કરી મારમારી ખનીજ ચોરીની કાર્યવાહી નહીં કરવા ધમકી આપી નાસી જતા ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવનાં પગલે પી.આઈ એચ.એ. જાડેજા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઆજે વિશ્ર્વ બાળમજુરી વિરોધી દિન
Next articleગોંડલ પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત