મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે નહીં. સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડ અંગે નિવેદન આપ્યું હતું અને તેને કારણે ચર્ચામાં છે. તેના આ નિવેદનને કારણે તે ટ્રોલ થયો હતો. મહેશ બાબુએ ગયા વર્ષે પાન મસાલાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને કારણે તે ફરીવાર ટ્રોલ થયો છે.મહેશ બાબુ પાન મસાલાની જાહેરાતમાં ટાઇગર શ્રોફની સાથે જોવા મળ્યો હતો. યુઝરે કહ્યું હતું કે તમને બોલિવૂડ અફોર્ડ કરી શકે નહીં, પરંતુ પાન મસાલા કંપની કરી શકે છે, કારણ કે તમે આને જ લાયક છો.
Visit Saurashtra Kranti Homepage here
મહેશ બાબુને ટ્રોલ થતાં જોઈને ચાહકો દુઃખી થઈ ગયા હતા. તેમણે મહેશ બાબુનો સપોર્ટ કરીને બોલિવૂડ એક્ટર્સને આડેહાથ લીધા હતા. એક યુઝરે કહ્યું હતું, ‘પરંતુ અમારા હીરો અંડરવર્લ્ડની સાથે પાર્ટી કરતા નથી.’મહેશ બાબુ ફિલ્મ ‘મેજર’ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીં મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યુ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, ‘એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં.
Read About Weather here
જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી. મહેશ બાબુએ કહ્યું હતું, ‘હું સિનેમાને પ્રેમ કરું છું અને તમામ ભાષાઓને માન આપું છું. હું જ્યાં ફિલ્મ કરું છું, ત્યાં કમ્ફર્ટેબલ છું.” આ નિવેદન બાદ વિવાદ થયો હતો. પછી મહેશ બાબુએ ચોખવટ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here