સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી કરવામાં આવી

સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી કરવામાં આવી
સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સર્જરી કરવામાં આવી
સૂત્રોના મતે, હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું. વેબ પોર્ટલ ‘ન્યૂઝ 18’ના અહેવાલ પ્રમાણે, સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હતું અને તેથી જ સર્જરી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું.  તેણે પ્રોફેશનલ એટીટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુનીલ ગ્રોવરે સાત દિવસ પહેલાં સો.મીડિયામાં ફન્ની પોસ્ટ શૅર કરી હતી. આ પહેલાં 23 જાન્યુઆરીએ સુનીલ ગ્રોવર શિમલામાં વેબ સિરીઝનું શૂટિંગ કરતો હતો. સુનીલ ગ્રોવરે અહીંથી એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં બરફ પડતો હોય છે અને ટ્રેન ચાલતી હોય છે.1977માં હરિયાણામાં જન્મેલા સુનીલ ગ્રોવરે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી લીધી છે. સુનીલે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો મોહન છે.

સુનીલ ગ્રોવરના કરિયરની વાત કરીએ તો તેણે સ્વર્ગીય કોમેડિયન જસપાલ ભટ્ટી સાથે ‘ફૂલ ટેન્શન’માં કામ કર્યું હતું. ત્યારબાદ સુનીલ વિવિધ શોમાં જોવા મળ્યો હતો. જોકે, સુનીલ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના ગુત્થી તથા ‘ધ કપિલ શર્મા શો’ના ડૉ.ગુલાટીના રોલથી લોકપ્રિય થયો હતો. થોડાં સમય પહેલાં સુનીલ ગ્રોવરનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ભટૂરા તળતો જોવા મળ્યો હતો.

Read About Weather here

આ પહેલાં સુનીલે છોલે-કુલ્ચે વેચતો હોય તેવો વીડિયો પણ શૅર કર્યો હતો.સુનીલે 1998માં ‘પ્યાર તો હોના હી થા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે 2019માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો. સુનીલે વેબસિરીઝ ‘તાંડવ’ તથા ‘સનફ્લાવર’માં પણ કામ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here