સુત્રાપાડા તાલુકાના કોંગી સરપંચો-સભ્યોનું સન્માન

સુત્રાપાડા તાલુકાના કોંગી સરપંચો-સભ્યોનું સન્માન
સુત્રાપાડા તાલુકાના કોંગી સરપંચો-સભ્યોનું સન્માન


બાદલપરા ગામે કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે સન્માન સમારોહ યોજાયો

તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સુત્રાપાડા તાલુકાના ગામો તાજેતરમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચો તથા સભ્યોનો સત્કાર સમારંભ બાદલપરા મુકામે યોજાયો હતો.

કોવિડ ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઈઝર સહિતના નિયમોના પાલન સાથે આ સમારંભમાં નવા ચૂંટાયેલા સરપંચોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભુવાટીંબી, નવાગામ, ધામળેજ તથા સિંગસર ગામના લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા, તેને પણ આવકારવામાં આવેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

ધારાસભ્ય ભગવાનભાઈ એ જણાવેલ કે નવા ચૂંટાયેલા સરપંચોની હવે એક વિશિષ્ટ જવાબદારી આવેલ છે. તે જવાબદારી નિભાવવા માટે સંયમ રાખીને કામ કરવાની શીખ આપેલ તેમજ અધિકારીઓ પાસેથી પ્રેમથી કામગીરી કરાવવાની શીખ આપી હતી અને ચૂંટાયેલ સરપંચ ગામનો પ્રથમ નાગરિક કહેવાય તેથી તેને ગામમાં હવે કોઈ પક્ષપાત રાખ્યા વગર દરેક લોકોના કામ કરવાની શીખ આપી હતી.

આ પ્રસંગે અહી ઉપસ્થિત સરપંચો, સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોનું વીજુભાઈ બારડે સ્વાગત કરેલ હતું.

Read About Weather here

આ પ્રસંગે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહિલ સુત્રાપાડા તા.પંચા.ના પ્રમુખ કમળાબેન જાદવ, ઉપપ્રમુખના પ્રતિનિધિ રામભાઈ બાંભણીયા, સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ , વેરાવળ તા.કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ, માજી જી.પંચાયત ઉપપ્રમુખ મેરૂભાઈ, કોળી સમાજ અગ્રણી મેરામણભાઈ વાંઝા, આહીર અગ્રણી રામસીભાઈ પંથાણીયા, જિલ્લા પંચા.સદસ્ય અરસીભાઈ ચાવડા, જાદવભાઈ ભોળા સહિત અગ્રણી તથા કાર્યકરો મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here