સુખી સંપન્ન પરિવારની વૃધ્ધાનો સાતમા માળેથી ઝંપલાવી આપઘાત

સુખી સંપન્ન પરિવારની વૃદ્ધાનો સાતમા માળેથી ઝંપલાવી આપઘાત
સુખી સંપન્ન પરિવારની વૃદ્ધાનો સાતમા માળેથી ઝંપલાવી આપઘાત

કુવાડવા રોડ પર ક્રિષ્ટલ કોમ્પ્લેક્ષનો બનાવ ; માનસિક અસ્વસ્થ વૃધ્ધાની આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ

શહેરના કુવાડવા રોડ પર ક્રિષ્ટલ કોમ્પ્લેક્ષના સાતમાં માળેથી સુખી સંપન્ન પરિવારની વૃધ્ધાએ માનસિક બીમારીથી કંટાળી મોતની છલાંગ લગાવી લેતા માળી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ સમગ્ર ઘાટના CCTV કેમેરામાં કેદ થવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા રોડ પર ક્રિષ્ટલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે રહેતા જમનાબેન અરજનભાઈ સોલંકી ( ઉ.વ ૬૫ ) એ સવારના માનસિક બીમારીથી કંટાળી જય બિલ્ડિંગના સાતમા માળેથી નીચે ઝપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં પરિવારજનોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો. મૃતક વૃદ્ધાના ત્રણેય સંતાનો ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરોહીદાસપરામાં પૈસાની લેતીદેતી પ્રશ્ને યુવાન પર છરી વડે હુમલો
Next article15 જૂલાઇથી તમામ શાળા-કોલેજોના દ્વાર ખુલશે