સિવિલમાં દર્દીઓના ઓપરેશનને લઇ કલેકટરની જાહેરાત

93
સિવિલ
સિવિલ

ખાનગી હોસ્પિટલનાં ઈ.એન.ટી સર્જનો

સિવિલનાં ત્રણ વિભાગમાં બેડ વધારાશે, 400 દર્દીઓના ઓપરેશન માટે સિવિલનાં ત્રણ ખાનગીનાં 22 ડોકટરો મળી કુલ 25 ડોકટરોની ટીમ તૈનાત કરાશે: વી.વાય.ઓ સંસ્થા દ્વારા 1 ટનનાં 3 ઓક્સિજનનાં પ્લાન્ટનું અનુદાન

સિવિલનાં માનસિક વિભાગ, જુની ઓપીડી બિલ્ડીંગ, ટ્રોમાં કેર સેન્ટરમાં 200 જેટલા બેડ વધારવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે

રાજકોટમાં કોરોના બાદ ઘાતક બનતા જતાં મ્યુકરમાઈકોસિસ માટે વહીવટી તંત્રએ સિવિલ સતાધીશો સાથે બેઠક યોજીને એક આખો વોર્ડ ઉભો કરી, ઓપરેશન ન માટે ડોકટરી ટીમની રચના કરવામાં આવી છે.
આ અંગે રાજકોટ કલેકટર રૈમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉમટતા કામનું ભારણ વધશે.

Subscribe Saurashtra Kranti here

આ દર્દીઓના જીવ બચાવવા માટે પદકુંવરબા હોસ્પિટલ, સમરસમાં કામ કરતા ડો.સંદીપ વાછાણી, ભાવનગરથી ડો.પરેશ ખાવડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપશે. જયારે ખાનગી હોસ્પિટલનાં 22 ઈ.એન.ટી સર્જનો પણ ગરીબ દર્દીઓ માટે સિવીલમાં ફ્રી માં ઓપરેશન સહિતની તબીબી સેવા આપશે. હાલ સિવીલ હોસ્પિટલમાં ત્રણ જ તબિબો હોવાથી ખાનગી હોસ્પિટલનાં 22 ડોકટરોની મદદ લેવામાં આવશે. આજ બપોર સુધી ખાનગી સિવીલમાં 400 મ્યુકરમાઈકોસિસ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

આ દર્દીઓનાં ઓપરેશન માટે અંધાધુંધી ન સર્જાય તે માટે શિસ્ત બંધ રીતે વ્યવસ્થાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ દર્દીઓની સંખ્યાઓને પહોંચી વળવા માટે સિવીલનાં માનસિક વિભાગ, જુની ઓપીડી બિલ્ડીંગ, ટ્રોમાં કેર સેન્ટરમાં 200 જેટલા બેડ વધારવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. આ સાથે ગર્વની વાત એ પણ છે કે આઈ.એમ.સી.આર એ દેશના 14 તબિબોને ક્રેડીટ આપી છે. જેમાં રાજકોટ સિવીલ હોસ્પિટલનાં ચાર તબીબમાં ડો. આર.એમ.ત્રિવેદી, પીડીપાટીક વિભાગનાં પંકજ બુચ, ઈએનટી વિભાગનાં ડો.સેજલ મિસ્ત્રી, ઇન્ટર્લ સર્જન ડો.સેજલ મિસ્ત્રીની સામે છે. આ ચારેય તબિબોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.

Read About Weather here

આ ઉપરાંત મ્યુકરમાઈકોસિસ રોગમાં ફંગલ ઇન્ફેકશનની સારવાર માટે વાપરતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની તંગી સર્જાય છે. તે રાજ્યવ્યાપી પ્રશ્ન છે. પરંતુ સરકારે પ્રોડક્શન વધારવા માટે સૂચનો કરી દીધા છે. મહત્વની વાત એ છે કે વી.વાય.ઓ સંસ્થા તરફથી 1 ટનનાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કર્યા છે. જે કેન્સર કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleવિવિધ ધંધાર્થીઓનો પોકાર !
Next article140 તબીબોની હડતાલ અને સુત્રોચ્ચાર !