સિવિલમાં એન્ટ્રી માટે મેદાન ટૂંકું પડ્યું!

290
સિવિલ-રાજકોટ
સિવિલ-રાજકોટ

જે વાહને સોમવારે રાત્રે 12 વાગ્યે મેદાનમાં પ્રવેશ કર્યો હતો તે મંગળવારે બપોરે 1.30 વાગ્યે બીજા ગેટથી સિવિલ સુધી પહોંચ્યા હતા

Subscribe Saurashtra Kranti here

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં મંગળવારે સવારે એક પછી એક 90 વાહનના થપ્પા લાગી ગયા હતા. આ વાહનોને સીધી કતારમાં રાખવામાં આવે તો મેદાન પણ ટૂંકું પડી જાય અને તે કતાર મુખ્ય માર્ગ પર આવી જાય જેથી વધુ હોબાળો થાય. આ કારણે તંત્રએ ગેટમાં વાહનોને પ્રવેશ આપી મેદાનની બાઉન્ડરીથી કતાર શરૂ કરી અને ત્યાંથી યૂ-ટર્ન લગાવી ફરીથી ગેટ સુધી આવી અને સીધી કતાર લગાવી હતી.

Read About Weather here

આ કારણે મેદાનમાં અંગ્રેજી મુળાક્ષર એસ આકારની કતાર બની ગઈ હતી. ખાસ કરીને આ લાઈનમાં એમ્બ્યુલન્સ ઉપરાંત ખાનગી વાહનો પણ હતા અને મોટાભાગના કેસ રાજકોટ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારના હતા. જે વાહને સોમવારે રાત્રે 12 વાગ્યે મેદાનમાં પ્રવેશ કર્યો હતો તે મંગળવારે બપોરે 1.30 વાગ્યે બીજા ગેટથી સિવિલ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી પણ તેમની આગળ 22 વાહનના થપ્પા સિવીલના પરિસરમાં લાગેલા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજયમાં કોરોના ટેસ્ટ હવે સસ્તામાં, અનેક ગામો-શહેરો સ્વૈચ્છાએ બંધ
Next articleબહારથી લીલા અને અંદરથી પીળા નીકળતા તરબૂચની ખેતી !