સિવિલના કોવીડ વોર્ડમાં વૃધ્ધા સાથે દુષ્કર્મ આચરનાર એટેન્ડન્ટ કર્મચારી ઝડપાયો

395
સિવિલના કોવીડ વોર્ડમાં વૃધ્ધા સાથે દુષ્કર્મ
સિવિલના કોવીડ વોર્ડમાં વૃધ્ધા સાથે દુષ્કર્મ

હાથ-પગ દબાવી દેવાના બહાને બળજબરી કરી નાશી છૂટ્યો : પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વામ્બે આવાસ ક્વાર્ટરના હિતેષ ઝાલાને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું

રાત્રીના વૃધ્ધાએ ભાણેજ વહુને ફોન કરી જાણ કરતા ભાંડો ફુટ્યો

સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસવાય કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારે સવારે દાખલ કરવામાં આવેલા 55 વર્ષના મહિલા પર ગુરૂવારે રાતે દોઢેક વાગ્યે કોરોના વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં યુવાને માથુ, હાથ-પગ દબાવી દેવાના બહાને તેમની સાથે બળજબરી આચરી દૂષ્કર્મ ગુજાર્યાના ચોંકાવનારા આક્ષેપોને ગંભીર ગણી, મહિલાનું 181ની ટીમ પાસે કાઉન્સેલીંગ કરાવી પોલીસે હાત તુરંત બળાત્કારનો ગુનો નોંધી એટેન્ડન્ટને સકંજામાં લઇ આ ઘટનામાં ખરેખર સાચુ શું? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્યંત ચોંકાવનારા આક્ષેપો થયા હોઇ પોલીસે તુર્ત આ બનાવમાં 55 વર્ષના મહિલાની ફરિયાદ પરથી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતાં હિતેષ વિનુભાઇ ઝાલા (ઉ.વ.36-રહે.વામ્બે આવાસ કવાર્ટર) નામના શખ્સ સામે આઇપીસી 376 (2) (ચ) મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પુત્ર, પુત્રવધૂ સાથે રહુ છું. મને 27/4ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા માટે ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં રિક્ષા મારફત લઇ જવાઇ હતી. અહિ લાઇનમાં રહ્યા બાદ 28/4ના રોજ વહેલી સવારે દાખલ કરવામાં આવી હતી. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ શ્વાસ લેવામાં સતત તકલીફ થતી હોવાથી ઓકિસજન આપવાની જરૂર હોવાથી કોવિડ-19 બિલ્ડીંગના ચોથા માળે બી-વિંગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ મારી સારવાર ચાલુ થઇ જતાં મારી પાસેના સાદા ફોનથી મે મારા સગાને સારવાર ચાલુ થઇ ગયાની જાણ કરી દીધી હતી.

Subscribe Saurashtra Kranti here

એ પછી રાત્રીના એટલે કે 29/4ના રાતે દોઢેક વાગ્યે મને માથું દુ:ખવા માંડતા અને વાંસામાં પણ દુ:ખાવો થતો હોવાથી હું મારા પલંગ પર બેઠી હતી. એ વખતે સફેદ કીટ પહેરલો એક છોકરો આવ્યો હતો અને મને કહ્યું હતું કે-શું કામ મોડી રાતે પલંગ ઉપર બેઠા છો, સુઇ જાવ. આથી મેં તેને કહેલું કે મને માથુ દુ:ખે છે અને વાંસો પણ દુ:ખે છે, નિંદર નથી આવતી. ત્યારબાદ એ છોકરાએ હું લાઇટ બંધ કરી દઇ, તમે પલંગ પર સુઇ જાવ હું માથું દબાવી દવ તેમ કહ્યું હતું અને વોર્ડની લાઇટ બંધ કરી દીધી હતી.

ત્યારબાદ સફેદ કીટ પહેરેલા એ છોકરાએ મારા હાથ-પગ અને માથું દબાવવાનું ચાલુ કર્યુ હતું. હું પડખું ફરીને સુવા જતાં જ તે મારા પલંગ પર ચડી ગયો હતો અને મને સીધી સુવડાવી ગાઉન ઉંચી કરી કમર સુધી લઇ ગયો હતો. મારા નાકે તેનો હાથ રાખી બળજબરીથી મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી તે વોર્ડમાંથી જતો રહ્યો હતો. હું હેબતાઇ ગઇ હતી. કોઇને કહીશ તો મને મારી નાંખશે તેવી બીક લાગતાં મેં કોઇને વોર્ડમાં વાત કરી નહોતી.

સવારે મારી ભાણેજવહુનો ફોન આવતાં મેં તેને મારી સાથે જે બન્યું તેની વાત કરી હતી. એ પછી મારી પુત્રવધૂ કીટ પહેરીને મારી પાસે આવતાં મેં તેને મારી સાથે રાતે જે બન્યું તેની વાત કરી હતી.

Read About Weather here

ગઇકાલે આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા, સંજયભાઇ દવે, દેવશીભાઇ ખાંભલા, જનકભાઇ કુગશીયા, વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ સહિતે મહિલાનું કાઉન્સેલીંગ કરાવ્યા બાદ હાલ તુર્ત આક્ષેપો મુજબ ગુનો દાખલ કરી દઇ વોર્ડના કર્મચારી હિતેષ ઝાલાને સકંજામાં લઇ લીધો છે અને પુછતાછ શરૂ કરી છે. જો કે તે આવું કઇ કર્યુ જ ન હોવાનું રટણ કરી રહ્યો છે. તેના કહેવા મુજબ વોર્ડમાં બીજા ત્રણ દર્દીઓ પણ હાજર હતાં.

લાઇટ બંધ કરે કે બળજબરી કરવા જાય તો દેકારો થઇ જાય. પોતાના પર કોઇપણ કારણોસર તદ્દન ખોટા આરોપો મુકાયાનુ તેણે પોલીસ સમક્ષ કહ્યું છે. તો એ પણ કબુલ્યું છે કે તેણે સેવાભાવથી માથુ દબાવી દીધું હતું પરંતુ જે આક્ષેપો થયા છે તેવું કંઇ પણ કર્યુ જ નથી.

પોલીસે ગુનો નોંધી સાચું શું? તે જાણવા વિશેષ તપાસ આગળ વધારી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમ જે સિવિલના કોવિડ વોર્ડમાં ઘટના બન્યાનું કહેવાય છે એ વોર્ડના બીજા દર્દીઓ, કર્મચારીઓના નિવેદન નોંધવા તજવીજ કરશે. જેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે એ હિતેષ ઝાલા પાંચ છ મહિનાથી હંગામી ધોરણે નોકરી પર રહ્યો છે. સિવિલના કોરોના વોર્ડમાં એટેન્ડન્ટે મહિલા દર્દી સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદથી ચકચાર મચી ગઇ છે.

સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસવાય કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અહિ દાખલ થયેલા એક દર્દીના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે અંગે સિવિલ હોસ્પિટલના તબિબિ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ માહિતી ખાતા મારફત એક યાદી મોકલી જણાવ્યું છે કે-તંત્ર દ્વારા આ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ઉચ્ચ સ્તરીય સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપો અંગે હજુ સુધી કોઇ પુષ્ટી મળેલ નથી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં ગઇકાલ સાંજે પણ વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા
Next articleઇન્જેક્શનની કાળા બજારી કરનાર બે ડોક્ટરને જેલની જગ્યાએ કોર્ટએ આપી એવી સજા કે…