સિલિન્ડરના ભાવમાં રૂ.50નો વધારો…!

સિલિન્ડરના ભાવમાં રૂ.50નો વધારો…!
સિલિન્ડરના ભાવમાં રૂ.50નો વધારો…!
14.2 કિલો વાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ફરી એકવાર સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.  તેની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 આજથી મળશે. 14.2 kg વાળો સિલિન્ડરની સાથે સાથે નાના 5 kg ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.બીજી તરફ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર તેની કિંમતમાં 8.50 રુપિયાનો ઘટોડા કરવામાં આવ્યો છે. જો કે, આ રાહત વધારે નથી, કારણ કે થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો.14.2 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે.

Read About Weather here

એટલે કે આજે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચુકવવા પડશે.22 માર્ચ, 2022નાં રોજ રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો. આ વધારા પછી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.પરંતુ મોંઘવારી આટલે જ અટકી નહતી, અને ફરીથી 7 મે, 2022નાં રોજ રાંધણ ગેસના ભાવમાં ફરી એક વખત રૂ. 50 વધારવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here