રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલાં રણબીર કપૂરે ફિલ્મની એક્ટ્રેસ વાણી કપૂર સાથે સિઝલિંગ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. રણબીર તથા વાણીએ અલગ અલગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. વાણી કપૂર બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી.રણબીર કપૂરે મરુન રંગનું બ્લેઝર ને પેન્ટ પહેર્યું છે. તેણે બ્લેઝરના બટન બંધ કર્યા નથી અને પોતાના સિક્સ પેક એબ્સ બતાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
રણબીરના હાથમાં ચશ્મા જોવા મળે છે.વાણી તથા રણબીરે ફોટોશૂટ કરાવ્યું હતું. એક તસવીરમાં રણબીર કપૂર વ્હાઇટ ગંજી ને પેન્ટમાં જોવા મળે છે અને વાણી ટોપ ને શોર્ટ્સમાં હોય છે. અન્ય એક તસવીરમાં વાણી બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં હોય છે. આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા તથા રણબીરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં.
રણબીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘શમશેરા’ બાદ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થશે. ત્યારબાદ તે ‘એનિમલ’માં જોવા મળશે. હાલમાં જ રણબીરે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર છે. વાણી કપૂર ‘સર્વગુણ સંપન્ન’માં જોવા મળશે.રણબીર કપૂરને સિક્સ પેક એબ્સમાં જોઈને યુઝર્સ ખુશ થી ગયા હતા.
Read About Weather here
યુઝર્સે કહ્યું હતું કે રણબીર ઘણો જ હોટ દેખાય છે. અન્ય એકે કહ્યું હતું કે ગરમી અચાનક જ વધી ગઈ. ફોટોશૂટમાં વાણી કપૂર સાથેની રણબીરની નિકટતા ઘણાં યુઝર્સને પસંદ આવી નહોતી. અનેક યુઝર્સે કહ્યું હતું કે રણબીરના તો લગ્ન થઈ ગયા છે, તેણે હવે ધ્યાન રાખવું જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here