સિંગરનો આક્રોશ…!

સિંગરનો આક્રોશ…!
સિંગરનો આક્રોશ…!
‘મીકા દી વોટી’માં મીકા પોતાના માટે દુલ્હન શોધશે. આ શોને કારણે મીકા ચર્ચામાં છે. પોપ્યુલર સિંગર મીકા સિંહે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને આ માટે તે ટીવી પર પોતાનો સ્વયંવર યોજવાનો છે. મીકા સિંહ આ શોનું પ્રમોશન પણ જોરશોરથી કરી રહ્યો છે. તાજેતરમાં જ મીકા સિંહ દિલ્હીમાં શોના પ્રમોશન માટે ગયો હતો. અહીં મીકાએ રિપોર્ટર સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.મીકાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
સિંગરનો આક્રોશ…! સિંગર
સિંગરનો આક્રોશ…! સિંગર

Visit Saurashtra Kranti Homepage here

અહીં તમામ મીડિયા હાઉસના પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા. પત્રકારો શો ‘મીકા દી વોટી’ અંગે સવાલો કરતા હતા. આ દરમિયાન એક પત્રકારે મીકાને રાખી સાવંત અંગે સવાલ પૂછ્યો હતો. રિપોર્ટરે પૂછ્યું હતું કે રાખી સાવંત આ શોમાં ભાગ લઈ શકે છે? મીકાએ આ સવાલનો કોઈ જવાબ આપ્યો નહોતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મીકાએ પ્રેસ કોન્ફરન્સમાં તો કંઈ જ ના કહ્યું, પરંતુ કોન્ફરન્સ પૂરી થઈ પછી રિપોર્ટર અને શોની ટીમને હોટલના રૂમમાં બોલાવ્યા હતા.

મીકાએ રિપોર્ટરને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં મીકા આ સવાલથી એ હદે ગુસ્સે થયો હતો કે તે કોઈ પણ મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મીકાએ એમ કહ્યું હતું કે તેની તુલના રાખી સાવંત સાથે કોઈ કાળે થઈ શકે તેમ નથી.સૂત્રોએ દાવો કર્યો હતો કે થોડીવાર બાદ શોની ટીમે રિપોર્ટરની માફી માગી હતી અને વિનંતી કરી હતી

Read About Weather here

કે બંધ રૂમમાં જે પણ થયું તે વાત લીક ના થાય. આ દરમિયાન મીકાએ રાખીને જબરજસ્ત કિસ કરી હતી. રાખીએ આનો વિરોધ કર્યો હતો અને મીકા પર કેસ પણ કર્યો હતો. ત્યારથી જ રાખી તથા મીકા વચ્ચેના સંબંધો વણસ્યા છે.ઉલ્લેખનીય છે કે 2006માં મીકા સિંહે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રાખી સાવંત પણ આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here