મોરબીના મોડપરમાં યુવક સાથે પ્રેમ થયા બાદ યુવતી ભાંગીને પ્રેમલગ્ન કરી લીધા’તા ; સાસરિયાના લોકો સમાધાન કરવા મુદ્દે પરણીતાને ત્રાસ આપતા
પડધરીના કેરાળા ગામે વાડીમાં રહેતી ગાયત્રીબેનરાવજીભાઇ વસાવા (ઉ.વ.23) એ ગઇકાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધા બાદ મૃતકની માતાએ તેની પુત્રીના પ્રેમી અને માતા-પિતા સામે સાતેક માસ દરમિયાન ત્રાસ ગુજારી મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પડધરી પોલીસના પી.એસ.આઇ. એ.એ. ખોખર અને યુવરાજસિંહ ગોહીલે આ અંગે મૃતકના માતા ગીતાબેન વસાવા (ઉ.વ.45, ૨હે મોડપર, તા. મોરબી, મુળ વડોદરા) ની ફરિયાદ પરથી તેની પુત્રીના પ્રેમી વિમલ પરમાર, તેના પિતા ભીમા પરમાર અને માતા-સવીતાબેન પરમાર (રહે બધા ભોરવા ગામ, દાહોદ) સામે ગુનો દાખલ કરી સંકજામાં લઇ પુછપરછ શરૂ કરી હતી.
Subscribe Saurashtra Kranti here
પ્રાપ્તવિગત મુજબ મોરબીના મોડપર ગામે પરિવાર સાથે રહેતા ફરિયાદીને નજીકની વાડીમાં રહેતા આરોપીઓની અવર-જવર થતી હોય, પરીચીત હતા. દરમિયાન સાતેક માસ પહેલા આરોપી વિમલ સાથે તેની પુત્રી ગાયત્રીને આંખો મળી જતા પ્રેમ થઇ જતા બંને ભાગી ગયા હતા જે અંગે ફરિયાદ થતાંશોધખોળ શરૂ કરી હતી.પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો
બાદમાં બંને પડધરીના કેરાળા ગામે વાડીએ રહેવા આવી ગયા હતા. આશરે અઢી માસ પહેલા ગાયત્રીએ ગીતાબેનને ફોન કરી ‘મમ્મી મારી ભુલ થઇ ગયેલ છે. હવે મારે શું કરવું’ કહેતા તેણે ના મરજી હોય તો પરત આવી જવાનું કહ્યું હતું. જેના જવાબમાં તેણે હું ત્યાં આવીશ તો તું બીજે લગ્ન કરાવી દઇશ એટલે મારે આવવું નથી કહેતા ગીતાબેને ‘તો બીજુ શું’ આવા માતા પુત્રી વચ્ચે અવાર નવાર વાત થતી હતી.
Read About Weather here
ગાયત્રી તેની માતા ગીતાબેન સાથે વાત કરતી હોય ત્યારે આરોપી વિમલ તેને વાત કરવા દેતો ન હતો અને માથાકુટ ન કરતો હતો. અઢી માસ પહેલા ફરીથી ગાયત્રીએ તેને ફોન કરી ‘મમ્મી તું ભોરવા આવી સમાધાન કરી જા, આ લોકો મને હેરાન કરે છે.’ તેવી વાત કરતા તેણે તુ આવવા દેતા નથી તેમ વાત થઇ હતી. બાદમાં ગઇકાલે ગાયત્રીએ ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here