ગેસ પેદા થયા બાદ કોઇ સ્પાર્ક થતાં આ આગ લાગી હતી. વડોદરા ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે આ આગ વ્હીકલના સ્ટાર્ટરથી લાગી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. મંગળવારે સવારે અલકાપુરી વિસ્તારના ગેસ ચેમ્બરમાં અને ત્યારબાદ ફાયર ટેન્ડરમાં ભભૂકી ઊઠેલી આગ માત્ર ગેસ પેદા થવાને લીધે લાગી ન હતી. બીજી તરફ આગ બુઝાવવા ગયેલું ફાયરટેન્ડર પોતે જ આ આગની લપેટમાં આવી ગયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
કારણ કે ફાયર ટેન્ડરને જ્યાં પાર્ક કરવામાં આવ્યું હતું તેની નજીક જ એ જ લાઇનનું બીજું ઢાંકણ છે તે ટેન્ડર સાથેના સ્ટાફને નજરે ચઢ્યું ન હતું.ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે, આ ટેન્ડરને પાર્ક કરવા માટે પૂરતી જગ્યા પણ ન હતી અને લોકોને કોઇ હાનિથી તાત્કાલિક બચાવવા પણ જરૂરી હતી તેથી પૂર્વ સાવચેતીના ભાગરૂપે ડ્રાઇવરને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં તેણે ટેન્ડર પાર્ક કર્યું હતું. આ વિશે એમએસ યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રો.પ્રદિપ દેવતાએ જણાવ્યું કે, બાયોગેસમાં 50થી 70 ટકા જેટલો મિથેન ગેસ હોય છે જે જ્વલનશીલ હોય છે.
Read About Weather here
ગેસ ચેમ્બરમાં ઓક્સિજનની ખૂબ જ ઓછી હાજરીમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયાને લીધે આ મિથેન પેદા થાય છે. જ્યારે 25થી 30 ટકા કાર્બન ડાયોક્સાઇડ પણ સર્જાય છે.આ ઉપરાંત હાઇડ્રોજન અને નાઇટ્રોજન તથા હાઇડ્રોજન સલ્ફાઇડ નામના ગેસ પણ પેદા થાય છે. તેથી આગ લાગે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી પડે. ટેન્ડરમાં લાગેલી આગ વિશે તેમણે જણાવ્યું કે, મિથેન વાયુ સામાન્યત: 500 ડિગ્રી સે. જેટલો ગરમ થાય કે તેટલા તાપમાનવાળી હવાના સંપર્કમાં આવે ત્યારે પણ તે સળગી ઊઠે છે. ટેન્ડરની નીચેના ભાગનું તાપમાન વધુ હોય તેવી શક્યતા પૂરેપૂરી છે.એક ચેમ્બરમાં ભેગો થાય અને પછી કોઇ પણ પ્રકારનો નાનકડો સ્પાર્ક પણ થાય તો આગ ભભૂકી શકે છે. આ સ્થિતિમાં એક મોબાઇલ પર આવતો એસએમએસ પણ આગ પકડી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here