સાવધાન સાવધાન સાવધાન…!

સાવધાન સાવધાન સાવધાન...!
સાવધાન સાવધાન સાવધાન...!
અમદાવાદમાં એક જ દિવસમાં 10થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. લોકોએ રૂ.1થી રૂ.9 લાખ ગુમાવ્યા છે. જેની ફરિયાદો નોંધીને પોલીસે તપાસ આદરી છે. હવે લોકો કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ મહત્ત્વ આપી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ, સક્રિય થયેલા સાયબર- ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. આ સાયબર-ગઠિયાઓ સામે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. જોકે આરોપીઓ પકડાશે અથવા તો લોકોના લૂંટાયેલા રૂપિયા પરત આવશે કે નહીં એ તો હવે સમય જ બતાવશે.

અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં હર્ષ શાહ પર ફોન આવ્યો હતો અને સામેથી કહેવાયું હતું કે અમેઝોન કંપનીના લકી ડ્રોમાં તમને ઈનામ લાગ્યું છે. હવે જો ઈનામ છોડાવવું હોય તો ઓનલાઈન ચોક્કસ રૂપિયા ભરવા પડશે.

હર્ષ શાહ ઈનામ મેળવવાની લાલચમાં પૈસા ભરવા માટે રાજી થઈ ગયા અને સાયબર-ગઠિયાએ આપેલી લિંક પર 99 હજાર જમા કરાવી દીધા. રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને ઈનામ ના મળ્યું, પણ 99 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજિની સોસાયટીમાં રહેતાં રક્ષાબેન ભટ્ટના મોબાઈલ પર કોલ આવ્યો હતો. સામેની બાજુએથી પેઈંગ ગેસ્ટ અંગેની ઈન્કવાયરી કર્યા બાદ તેમને ત્યાં પોતાની દીકરીને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાની વાત કરી હતી.

એના ચાર્જ પેટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી.ગઠિયાએ રક્ષાબેનના મોબાઈલ પર લિંક મોકલી હતી. રક્ષાબેનના મોબાઈલ પર આવેલા બાર કોડ સ્કેન કરતાંની સાથે જ રક્ષાબેનના ખાતામાં કંઈ આવ્યું નહીં,

પરંતુ તેમના ખાતામાંથી 59 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. તેમણે પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરખેજ સાણંદ રોડ પરના હાઉસિંગ બોર્ડમાં રહેતાં શિવાનીબેન વ્યાસ પર કોલ આવ્યો હતો.

ફોન કરનારે અમેઝોન કંપનીમાંથી વાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે શિવાનીબેનને પોતાની કંપનીમાં પાર્ટટાઈમ જોબ કરી હેન્ડસમ એમાઉન્ટ કમાવાની લાલચ આપી હતી.

ફોન કરનારે અલગ અલગ ટાસ્ક આપીને યુપી આઈડી પર રૂપિયા ટ્રાન્સફર કરાવી જુદા જુદા બેનિફિટ આપવાની લાલચ આપી હતી. લાલચમાં શિવાનીબેને ગઠિયાના જણાવ્યા પ્રમાણે, 67 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

તેમણે નાણાં ટ્રાન્સફર કર્યા બાદ તેમને કોઈ લાભ થયો નહીં અને પોતાના રૂપિયા ગુમાવ્યા હતા. આ કેસમાં સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.સરખેજ ગામના દર્શન નાયક ઈન્સ્ટાગ્રામ મારફત અશ્વિન નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

અશ્વિને સસ્તા ભાવમાં આઈફોન આપવાની લાલચ આપી હતી. સસ્તા ભાવમાં આઈફોન મેળવવાની લાલચમાં દર્શન નાયક ગઠિયાની લાલચમાં આવી ગયા હતા. તેના જણાવ્યા પ્રમાણે, 68 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ આખરે તેમણે આઈફોન તો મળ્યો નહીં અને રૂપિયા ગુમાવ્યા.

અમદાવાદના વાસણામાં રહેતાં હિનાબેન સંઘવીને બેન્કમાંથી તેમની પાંચ લાખ રૂપિયાની લોન મંજૂર થઈ ગઈ હોવાનો કોલ આવ્યો હતો અને લોનની પ્રોસેસ માટે 1.99 લાખ જમા કરાવવા પડશે એવું કહ્યું હતું.

સાયબર-ગઠિયાની વાતમાં આવી ગયેલાં હિનાબહેને પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવવાની લાલચમાં તેના જણાવ્યા પ્રમાણે રૂપિયા 1.99 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા. પર્સન લોન તો ના મળી, પણ ઘરના 1.99 લાખ ગુમાવવા પડ્યા હતા.

એલિસબ્રિજ વિસ્તારમાં જીવન જ્યોત ફ્લેટમાં રહેતાં સુવર્ણાબેન શાંતિલાલ કાપડિયા નામનાં 87 વર્ષીય વૃદ્ધાના મોબાઈલ પર ફોન આવ્યો અને પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખાણ આપી હતી.

સુવર્ણાબેનને વિશ્વાસમાં લઈને તેમનું SBI બેન્કનું KYC અપટેડ કરવાનું કહીને તેમની પાસે તમામ વિગતો મેળવી લેવામાં આવી હતી. ગઠિયાને બધી વિગતો મળી જતાં તેણે સુવર્ણાબહેનના ખાતામાંથી 8.89 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

એ અંગે વૃદ્ધાને જાણ થતાં તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એમ કહીને ગઠિયાએ ઓટીપી મેળવી લીધો હતો. ઓટીપી મળતાંની સાથે જ યુવકના ખાતામાંથી તેણે 1.26 લાખ રૂપિયા પડાવી લીધા હતાં.

Read About Weather here

આ અંગે યુવકે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા યુવકને ફોન કરીને કહેવામાં આવ્યું કે તમારા એકાઉન્ટનું સીઆરએન KYC અપડેટ કરવાનું છે. જો અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here