સાવજોને શાંતિથી જીવવા દો: હાઈકોર્ટ

સાવજોને શાંતિથી જીવવા દો: હાઈકોર્ટ
સાવજોને શાંતિથી જીવવા દો: હાઈકોર્ટ

સિંહણને ઘેરીને ઉભેલા ડઝન એક વાહનોમાં ભરાયેલા સહેલાણીઓનાં વીડિયોની ગંભીર નોંધ લેતી અદાલત; નારાજ હાઈકોર્ટે રાની પશુઓના વસવાટમાં ડખલ ન કરવા ચેતવણી આપી

એશિયા અને ભારતનાં ગૌરવ સમાન સાવજોનાં એકમાત્ર સતાવાર રહેણાંક વિસ્તાર ગીર અભયારણ્ય અને ગીર જંગલ વિસ્તારમાં સતત માનવીય હસ્તકક્ષેપથી ગુજરાત હાઈકોર્ટ ધુંધવાઈ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

સાવજોને શાંતિથી જીવવા દેવા અને વન્ય પશુઓનાં આવાસમાં ચંચુપાત ન કરવા વડીઅદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે. તાજેતરમાં ગીરમાં લાયન સફારીનો એક વિડીયો વાયરલ થતા હાઈકોર્ટે સાવજોની પજવાણી કરવા સામે લાલઆંખ કરી છે.

જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ નિરલ મહેતાની બેન્ચે દર્શાવ્યું છે કે, લાયન સફારીની પ્રવૃત્તિઓ સંયમિત પ્રમાણમાં હોવી જોઈએ. સિંહ અને સિંહણ તથા એમના પરિવારોને શાંતિથી જીવવા દેવા જોઈએ અને એમના સામ્રાજયમાં કોઈ ડખલગીરી કરવી જોઈએ નહીં.

ગીરમાં સંખ્યાબંધ વાહનોમાં ખડકાઈને ઉભેલા સહેલાણીઓએ એક સિંહણને ઘેરી લઇ તેની તસ્વીરો અને વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ પ્રકારનાં સિંહ દર્શનની એક તસ્વીર એડવોકેટ હૃદય બુચે હાઈકોર્ટમાં રજુ કરતા અદાલત ખળભડી ઉઠી હતી

અને બંને ન્યાયમૂર્તિઓએ તાકીદ કરી હતી કે એશિયાઈ સાવજની સુરક્ષા અને સંવર્ધન માટે તાકીદનાં પગલા લેવા જોઈએ. ગીર વિસ્તારમાં સહેલાણી ઝોન બનાવવાની દરખાસ્તનો વિરોધ કરતી એક જાહેર હિત અરજી એનજીઓ વતી એડવોકેટ બુચે હાઇકોર્ટમાં દાખલ કરી છે.

જસ્ટીસ પારડીવાલા એ જણાવ્યું હતું કે આપણે ત્યાં દક્ષિણ આફ્રિકાનાં મસાઈમારા અને કૃગર નેશનલ પાર્ક જેવી સુવિધાઓ નથી. એટલે સાવજોની રાજધાનીમાં માનવીય ચંચુપાત હોવો ન જોઈએ.

એક સિંહણને જોઇને લોકો ચારેતરફથી ઘેરી લ્યે એ કેવી રીતે ચાલે. ગેરકાયદે રીતે ચાલતા સિંહ દર્શનનાં અહેવાલો અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરી હતી કે સરકાર કોઈ યોજના લઈને આગળ આવે શું કામ સાવજોની પજવાણી કરો છો એમને શાંતિથી રહેવા દો. જો કોઈ સહેલાણી નજીકથી જોવા માંગતો હોય

તો ઝુ માં ચાલ્યો જાય પણ પ્રકૃતિ સાથે ખીલવાડ ન કરો. એ કારણે જ સાવજો ગામડા અને શહેરોમાં આવી રહ્યા છે.જસ્ટીસ મહેતાએ અભિપ્રાય આપ્યો હતો કે આવા સિંહ દર્શન કાર્યક્રમોને કારણે સાવજોની શિકાર કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. પરિણામે માનવી પર હુમલા કરી શકે છે અને નવી સમસ્યા ઉભી થઇ શકે છે.

બંને જજે સરકારને તાકીદ કરી હતી કે લાયન સફારીની પ્રવૃત્તિ મર્યાદિત થવી જોઈએ અને એ માટે કોઈ નીતિ ઘડવી જોઈએ. પ્રાણીઓ પાસે લોકોને ઘેરી વળવા દેવાથી શું હાંસલ થશે.

Read About Weather here

અન્ય દેશોની નીતિઓને ધ્યાનમાં લેવી જોઈએ. એ દેશોમાં કેવી કાળજી લેવાય છે તેનું સંશોધન કરવું જોઈએ. આપણે આપણા સાવજો વિશે ગૌરવ લઈએ છીએ. પણ જો તેનું રક્ષણ નહીં કરો તો કશું જોવા નહીં મળે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here