બોડેલીની નર્મદા કેનાલમાં એક યુવાનનો પગ લપસી જતાં યુવક કેનાલમાં તણાયો હતો. એ યુવકને બચાવવા જતાં બીજો યુવક પણ કેનાલના ધસમસતા પાણીમાં ગરકાવ થયો હતો. જો કે આ બંને સાળો-બનેવી હોવાનું બહાર આવ્યું હતું. આ બંન્ને યુવાનને બચાવવા માટે એક મહિલાએ સાડી અને ગ્રામજનોએ લાકડું નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ થયો હતો અને બંને યુવક પાણીમાં ડૂબી ગયા હતા.બોડેલીની નર્મદા મુખ્ય કેનાલમાં બે યુવાન હાથ-પગ ધોવા ઉતરતાં એક યુવાનનો પગ લપસતાં પાણીમાં ખેંચાયો હતો. બીજો યુવાન તેને બચાવવા જતા તે પણ પાણીમાં ખેંચાઈ જતાં બંન્ને યુવાન પાણીમાં ડૂબી ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
યુવાનોના પરિવારજનો અને પોલીસે કેનાલ પર દોડી આવી તે બંનેની શોધખોળ હાથ ધરી છે. જો કે હજુ સુધી યુવકોની કોઈ ભાળ મળી નથી.બોડેલી તાલુકાના અલીખેરવા ગામ જયદેવભાઈ નાયક ઉ.વ. 17 અને તેના બનેવી આઝાદભાઈ ઉ. વ 21 (રહે લુણાવાડા ) મોટરસાયકલ લઈ ગઈકાલે રવિવારે સવારે 7થી 8 વાગ્યાના સુમારે બોડેલીની નર્મદા મુખ્ય કેનાલમાં હાથ-પગ ધોવા ઉતર્યા હતા.
જેમાં અચાનક એક યુવાનનો પગ કેનાલના ધસમસતા પાણીમાં લપસતા તેને બચાવવા બીજો યુવાન પાણીમાં ઉતરતા તે પણ પાણીમાં ખેંચાઈ ગયો હતો. ત્યારે નજરે જોનારાના જણાવ્યા મુજબ કેનાલ પરથી પસાર થતાં રાહદારીઓમાંથી એક મહિલાએ પોતાની પહેરેલી સાડીનો છેડો નાખ્યો હતો, તેમ છતાં બેમાંથી એક યુવાન પકડી શક્યો ન હતો.
Read About Weather here
બીજી બાજુ અન્ય ગ્રામજનોએ લાકડું નાખીને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા તે પણ નિષ્ફળ ગયો હતો અને બન્ને યુવાનો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. બોડેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને બંને યુવકોની શોધખોળ હાથ ધરી છે.બંન્ને યુવાન ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ શોધખોળ કરતાં કેનાલમાં બે યુવાન ડૂબી ગયાની વાત સાંભળતા તેમણે કેનાલ પર જોતાં મોટરસાયકલ, બંન્ને ચંપલ અને એક મોબાઈલ મળી આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here