સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને…!

36
Jamnagar-Hatya-અનૈતિક
Jamnagar-Hatya-અનૈતિક

Subscribe Saurashtra Kranti here

મૃતકની પોતાની સાળાયેલી (સાળાની પત્ની) સાથેના અનૈતિક સંબંધોના કારણે

કહેવાય છે કે અનૈતિક સંબંધનો અંત ખરાબ હોય છે. જામનગરમાં કંઈક આવું જ બન્યું છે. જામનગરના ધરાનગર વિસ્તારમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહનું રહસ્ય ખૂલ્યું છે. મૃતકની પોતાની સાળાયેલી (સાળાની પત્ની) સાથેના અનૈતિક સંબંધોના કારણે તેના જ સાસરિયાઓએ હત્યા નિપજાવી હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની પણ હત્યામાં શામેલ છે. આ ઉપરાંત તેણીએ જ તેનો પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે તે આ કેસમાં આરોપી બની છે.

જામનગરના ધરારનગર વિસ્તારમાં તાજેતરમાં જ એક અવાવરૂ કૂવામાંથી મોડી રાત્રે સળગી ગયેલી હાલતમાં એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં હત્યા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની સાસુ-સસરા સહિતના છ સભ્યોએ જ યુવકનું ઢીમ ઢાળી દઈને મૃતદેહને કૂવામાં નાંખી સળગાવી દીધો હતો. અનૈતિક સંબંધોના કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Read About Weather here

જામનગર નજીક ધરાનગર-૧ વિસ્તારમાં એક અવાવરૂ કૂવામાંથી ચાર દિવસ પહેલા એક મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને જામનગરની જી.જી.હૉસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યાના ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જે બાદમાં પોલીસે હત્યાની આશંકા રાખીને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસને જામનગરના વૂલનમીલ નજીક સિદ્ધાર્થનગરમાં રહેતો લલિત રામજીભાઈ સોંદરવા નામનો ૨૮ વર્ષનો એક યુવાન ગુમ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે અંગેની તપાસ પછી ઉપરોક્ત મૃતદેહ લલિતનો જ હોવાનું સામે આવ્યું હતું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપંચમહાલમાં હાથમાં ખૂલ્લી તલવાર લઇ યુવકે …
Next articleવેક્સિન કામગીરી દરમ્યાન નાના અમાદરા પાસે શાળાની છટ તૂટી પડતા ખળભળાટ