આધેડને લાકડીનાં ઘા ફટકારી હત્યા નિપજાવ્યા બાદ બંને શખ્સોએ મૃતદેહને ભોય ટાંકામાં નાખી દીધો’તો
સાયલા તાલુકાનાં મોરસલ ગમે જમીનનાં ડખ્ખામાં જ બે સગા ભાઈએ નાનાભાઈને લાકડીનાં ઘા ફટકારી હત્યા નિપજાવ્યા બાદ ભોય ટાંકામાં નાખી દીધાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરસલ ગામેથી ગત તા.12 ના રોજ પાણીના ટાંકામાંથી સવશીભાઇ ચતુરભાઇ ડાભી (રહે.મોટી મોરસલ વાળા)ની લાશ મળી આવેલ.
હત્યાનાં બનાવ સબંધે મ્હે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ તટસ્થ તપાસ કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા સર્કલ
પોલીસ ઇન્સપેકટર આર.ડી.પરમાર નાઓએ જરૂરી સુચના-માર્ગદર્શન આપેલ,અને સદર તપાસ દરમ્યાન ગોરધનભાઇ ચતુરભાઇ ડાભી તથા વિનુભાઇ ચતુરભાઇ ડાભી (રહે.બન્ને મોટી મોરસલ તા.સાયલા વાળાઓ) એ
સવશીભાઇ ચતુરભાઇ ડાભી સાથે જમીનના ભાગલા પાડવા બાબતેની તકરારમાં આજથી દોઢેક મહીના હત્યા કરેલનું જણાઇ આવતા ફરીયાદી દેવશીભાઇ સવશીભાઇ ડાભી
(જાતે.ત.કોળી ઉવ.35 ધંધો.ખેતી રહે.મોટી મોરસલ ગામ,તા.સાયલા) ની ફરીયાદ લઇ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આરોપીઓ ગોરધનભાઇ ચતુરભાઇ ડાભી (ત.કોળી) તથા
વિનુભાઇ ચતુરભાઇ ડાભી (ત.કોળી) (રહે.બન્ને મોટી મોરસલ તા.સાયલા વાળા) મરણ જનારના ભાઇઓ થતા હોય પોલીસ હવાલે લઇ પુછ પરછ કરતા પ્રથમ
તો પોતે આ બાબતે કાંઇ જાણતા નથી તેમ જણાવેલ બાદમાં દારૂ પી આવી બોલાચાલી કરતા જે બાબતે લાગી આવતા બંને ભાઇઓએ સાથે મળી તેની હત્યા કરેલાનું કબુલાત આપતા બંને આરોપીઓને પોલીસ હવાલે લેવામાં આવેલ છે.
નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુધવાના માર્ગદર્શન તથા સુપરવીઝન તેમજ સર્કલ પોલીસ ઇન્સ આર.ડી.પરમારના જરૂરી માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ ઝેડ.એલ.ઓડેદરા તથા
Read About Weather here
ધજાળા પોલીસ સ્ટેશનની ટીમ તથા એલ.સી.બી સુરેન્દ્રનગરની ટીમ તથા નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્રારા ખુનનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને પકડી પાડી પોલીસ હવાલે કરેલ છે.(5.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here