અમુક ગેરકાયદેસર બાંધકામોની વિગત લોકો દ્વારા જાણવા મળતી હોય છે. છતાં કોઈજાતની કાર્યવાહી થતી નથી. પરિણામે દબાણો ખડકાઈ જાય છે. જેને હટાવવા મુશ્કેલ બને છે. ત્રણેય ઝોનમાં ટીપી વિભાગની ખાસ ટીમ દ્વારા દબાણોની દેખરેખ રાખવામાં આવે છે પણ જે નિષ્ક્રિય હોય તેવું સાબિત થઇ રહ્યું છે. ટાઉન પ્લાનિંગ વિભાગના અમુક અધિકારીઓની મીલીભગત અથવા માથાભારે લોકોના ડરના કારણે કોઈ કાર્યવાહી થતી નથી તેવી પણ લોકોમાં ચર્ચા થઇ રહી છેેે. તે જ રીતે સામાકાંઠે રણછોડનગર સદગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા માસ્ટર માઇન્ડ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ટીપી અધિકારીઓ દ્વારા નોટીસો પાઠવાઇ છતાં બે રોકટોક બાંધકામ હજુ ચાલુ જ છે. કમિશનરનો વિજલેન્સ તપાસનો આદેશ હોવા છતાં પણ હજુ બાંધકામ ધમધમે છે, મોટા રાજકીયવગ ધરાવતાની ભલામણની આશંકા સેવાઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ બાંધકામમાં નોટીસો મળ્યા બાદ હવે કાયદેસર કરાવવા માટે કોર્પોરેશનમાં નવો પ્લાન મંજુરી માટે મુકાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને બાંધકામ કરનારને સ્થાનિક સોસાયટી દ્વારા પણ નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગે બાંધકામ અંગે ટીપી અધિકારીઓએ વહીવટ કર્યોની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. આટલી મોટી ક્યાં રાજકીય લોકોની વગ હશે કે તે હજુ સુધી નોટીસ પાઠવાયા બાદ પણ કામગીરી ચાલુ છે તે એક તપાસનો વિષય ગણી શકાય આગામી દિવસોમાં મ્યુ.કમિશનર દ્વારા આ બાંધકામ અંગે રીપોર્ટ મેળવીને શું ડિમોલીશન કરવામાં આવશે તે વાત પર સૌની નજર છે.
રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે. એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય છે કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે. લાગતા વળગતા વિભાગના અમુક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે.
તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે.સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા અને ટીપી અધિકારીની સાંઠગાંઠ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મનપા કમિશનર અને ટીપીના અધિકારીઓ ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં કોઇ એક્શન ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેમ છે અને જાગૃત નાગરિક દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્ે પિટિશન દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
Read About Weather here
આગામી દિવસોમાં જો આ બાંધકામ સામે પિટિશન દાખલ કરાશે તો બાંધકામ કરનાર બિલ્ડર, ટીપીના સામેલ અધિકારીઓ, અને નેતા તથા નજીકના હોદેદારો સહિતના નામ ખુલશે અને તપેલા ચડી જાય તો પણ નવાઇ નહીં. જો હજુ પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાય તો સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચે તો નવાઇ નહીં. (4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here