સાંતલપુરના પરિવારને અકસ્‍માત 3 ના મોત

સાંતલપુરના પરિવારને અકસ્‍માત 3 ના મોત
સાંતલપુરના પરિવારને અકસ્‍માત 3 ના મોત
જેમાં એક જ પરિવારના ત્રણ સભ્‍યોના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. જયારે અન્‍ય પાંચ લોકો ઇજાગ્રસ્‍ત  થયા છે. પાટણ જીલ્લાના ચાણસ્‍માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો છે.સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહયો હતો. ત્‍યારે આ દુર્ઘટના સર્જાઇ છે. ૨ દિવસ પછી જ પુત્રના લગ્ન હતા.
સાંતલપુરના પરિવારને અકસ્‍માત 3 ના મોત પરિવાર

Visit Saurashtra Kranti Homepage here

સાંતલપુરના અબિયાના ગામના ભીખાભાઇ નાઇના પુત્ર ભરતના ૨૪ તારીખે લગ્ન નક્કી થયા હતા. જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપી  દેવામાં આવી હતી. ત્‍યારે આ પરિવાર રિતરિવાજ મુજબ વેવાઇને ત્‍યાં અમદાવાદ લગ્ન લખવા ગયો હતો. જયાંથી પરત ફરતા ચાણસ્‍માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલ્‍ટી મારી સાઇડમાં પડી હતી.

Read About Weather here

જેમાં ભીખાભાઇ નાઇ, સોમાભાઇ નાઇ અને ૭ વર્ષની બાળકીનું ઘટના સ્‍થળે મોત થયું હતું. આ અકસ્‍માતમાં અન્‍ય ૫ લોકો ઇજાગ્રસ્‍ત થતાં સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા છે. દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.જયારે મૃતકોની લાશને પીએમ માટે હારીજ રેફરલ  હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here