આધાર કાર્ડના ફોર્મમાં વોર્ડ નં.6 કોપોરેટર દેવુબેનને સહી કરવાને બદલે તેના પતિદેવ મનસુખભાઇએ અન્ય થોકબંધ સહીઓ પણ કર્યાની ચર્ચા
મનસુખભાઇ પર સામાકાંઠા વિસ્તારના મોટા નેતાના ચાર હાથ સાથેના આશિર્વાદ હોવાથી કાર્યકર્તાઓ મૌન: પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને રજૂઆત કર્યાની ચર્ચા
રાજકોટ વિધાનસભા-68 માં વોર્ડ નં.4,5,6,15 અને 16 નો સમાવેશ થાય છે. વોર્ડ નં.6 માં ભાજપના કોપોરેટર દેવુબેન જાદવને મનપાના ‘માર્કેટ શાખા’ના ચેરમેનની જવાબદારી સોપવામાં આવીને 1 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
ચેરમેન દેવુબેન અઠવાડિયામાં એકાદ-બે વાર ઓફિસે આવતા હોય છે. વધુ પડતા ઓફિસમાં ચેરમેનના પતિદેવ મનસુખલાલથી ઓળખાતા મનસુખભાઇથી વધુ પડતી હાજરી હોય છે.
વોર્ડમાં રોડ-રસ્તા, પાણી, ભુર્ગભ, ગટર, સ્વચ્છતા સહિતના પ્રશ્ર્નો માટે વિસ્તારના લોકો ચેરમેનના પતિદેવ મનસુખનો સંપર્ક કરી રજૂઆત કરતા હોય છે. મનસુખભાઇ ‘કામ થઇ જશે, અધિકારીઓને કહી દીધું છે’-કહીં મહિનાઓ સુધી કામગીરી થતી નહીં હોવાની લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે.
મહાનગરપાલિકાના વોર્ડ નં.6 માં ભાજપ તરફથી ચૂંટાઇને માર્કેટ સમિતિના ચેરમેન બનેલા આધારકાર્ડના ફોર્મમાં કોપોરેટર પત્નિના બદલે બિન્દાસ્ત સહી કરનાર પતિદેવ મનસુખભાઇએ અન્ય થોકબંધ સહીઓ પણ કર્યાની મહાપાલિકા વર્તુળમાં ચર્ચાઓ વેગવંતી બની છે.
ચેરમેન પત્નિની ખુરશી પર પતિદેવ મનસુખભાઇ જ બિરાજમાન જોવા મળે છે. એટલું જ નહીં પત્નિના બદલે પોતે જ સહીઓ પણ કરી નાખે છે જે સૌ કોઇ જાણે છે પણ મનસુખભાઇપર સામાકાંઠા વિસ્તારમાં મોટા નેતાના ચાર હાથ સાથેના આશિર્વાદ હોવાથી બધા મૌન છે.
મનસુખભાઇએ આધારકાર્ડ ફોર્મમાં સહી કર્યાનું બહાર આવતા લોકોમાં રોષ ફેલાયો છે. વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય મુદ્ો બને તો નવાઇ નહીં.
Read About Weather here
મનસુખભાઇએ આધારકાર્ડ ફોર્મમાં સહી કર્યાનું બહાર આવતા લોકોમાં રોષ છવાતા મનપાના પદાધિકારીઓ અને શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણોએ મનસુખભાઇને ‘શાન’માં સમજાવી દિધાનું ચર્ચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here