ઘરેલુ વિવાદ સમજીને એક પોલીસ અને કેટલાંક સિપાહી જીપથી વૃદ્ધના ઘરે પહોંચ્યા.પોલીસને જોઈને વૃદ્ધ વધુ ગુસ્સે થયા, અને છત પર ચઢીને પોતાની લાયસન્સવાળી ડબલ બેરલ બંદૂકથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ઉત્તરપ્રદેશના કાનપુરમાં પુત્રવધૂ સાથેના વિવાદ પછી ગુસ્સે થયેલા સસરાએ 3 કલાક સુધી ઉપદ્રવ કર્યો. 300 રૂપિયાને લઈને થયેલા વિવાદમાં વૃદ્ધે પત્ની, પુત્ર-પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધા. તેમને આગ લગાડીને ફુંકી દેવાની ધમકી આપી. ગભરાયેલી પુત્રવધૂએ તાત્કાલિક પોલીસને જાણ કરી. લગભગ ત્રણ કલાક સુધી 40થી 45 રાઉન્ડ ફાયરિંગ કર્યા.
Visit Saurashtra Kranti Homepage here
છરા લાગવાથી પોલીસ ઈન્ચાર્જ અને બે સિપાહી ઘાયલ થયા. 3 કલાક પછી DCP ઈસ્ટ પ્રમોદ કુમાર, ACP કેન્ટ મૃગાંક શેખર પાઠક, ADCP રાહુલ મિઠાસ અને છ પોલીસની ફોર્સ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી.શ્યામનગરના સી-બ્લોકમાં રહેતા આરકે દુબે (60) શેર માર્કેટનું કામકાજ કરે છે. તેઓ ઘરમાં પોતાની પત્ની કિરન દુબે, મોટા પુત્ર સિદ્ધાર્થ, પુત્રવધૂ ભાવના અને દિવ્યાંગ પુત્રી ચાંદનીની સાથે રહે છે.
તેમનો નાનો પુત્ર રાહુલ અને પુત્રવધૂ જયશ્રી અલગ રહે છે.આરકે દુબેનો રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે પુત્રવધૂ ભાવના સાથે વીજળીના બિલના 300 રૂપિયાને લઈને વિવાદ થયો. જે બાદ વૃદ્ધે પિત્તો ગુમાવી દીધો. તેમને પુત્રવધૂ સહિત વચ્ચે આવેલી તેમની પત્ની અને પુત્રને એક રૂમમાં બંધ કરી દીધા. બુમો પાડતાં કહ્યું કે આગ લગાડીને આખું ઘર ફુંકી મારીશ.રૂમમાં બંધ પુત્રવધૂ ભાવનાએ તાત્કાલિક પોલીસને કોલ કર્યો. કહ્યું- બચાવી લો, નહીંતર સસરા મારી નાંખશે. ચકેરી પોલીસ વૃદ્ધના ઘરે પહોંચી તો તેમનો ગુસ્સો વધી ગયો. બુમો પાડતાં કહ્યું, “હું પોતે જ જુલમોનો શિકાર છું અને તમે લોકો મારા ઘરમાં મને જ પકડવા આવ્યા છો.” જે પછી વૃદ્ધ અંદર ગયા અને પોતાની ડબલ બેરલ બંદૂક ઉઠાવી, તેમને ગેટ પર ઊભેલા પોલીસ પર ફાયર કરી દીધું.
છરા લાગવાથી પોલીસ જવાન વિનીત ત્યાગી અને બે સિપાહી ઘાયલ થઈ ગયા. જે બાદ પોલીસવાળા ત્યાંથી દૂર ભાગી ગયા.ચકેરી પોલીસે તાત્કાલિક સીનિયર અધિકારીને પોલીસ પર ફાયરિંગની જાણ કરી. DCP ઈસ્ટ પ્રમોદ કુમાર, ACP મૃગાંક શેખર પાઠક અને ADCP રાહુલ ફોર્સની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. જે બાદ પણ વૃદ્ધ આરકે દુબે રોકાયા નહીં અને જે પોલીસવાળાને સામે જોયા તેમને પર સીધું ફાયર જ કરતા રહ્યાં.દુબેએ પોલીસ પર લગભગ 3 કલાકમાં 40થી 45 રાઉન્ડ ફાયરિંગ કર્યા. DCP ઈસ્ટે લાઉડસ્પીકરની મદદથી વૃદ્ધ સાથે વાત કરતાં તેમને સમજાવવાના પ્રયાસ કર્યા.
વૃદ્ધે DCPને કહ્યું, “પોલીસવાળા મારા ઘરે કેવી રીતે આવી ગયા. જ્યાં સુધી તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફાયરિંગ ચાલુ જ રહેશે.” જે પછી DCPએ વૃદ્ધને દેખાડવા માટે ટાઈપ કરેલો સસ્પેન્શન લેટર મંગાવ્યો. વૃદ્ધના નંબર પર વોટ્સએપ પર મેસેજ કર્યો. ત્યારે વૃદ્ધે ફાયરિંગ બંધ કર્યું. જે બાદ પોલીસ ટીમે તેમને દબોચી લીધા.પોલીસે આરકે દુબેની ધરપકડ કર્યા બાદ તેમની લાયસન્સવાળી ડબલ બેરલ બંદૂકનો કબજો લીધો.
Read About Weather here
તપાસ કરી તો છત પરથી લગભગ ગોળીના 45 ખાલી ખોખા મળ્યાં અને 60થી વધુ જીવતા કારતૂસ. આરોપી આરકે દુબેએ પોલીસને જણાવ્યું કે, “મોટા પુત્ર સિદ્ધાર્થની પત્ની ભાવના તેમને પરેશાન કરે છે. વારંવાર રૂપિયાની ડિમાન્ડ કરે છે. પુત્રવધૂના પિયરના લોકો પણ હેરાને કરે છે. ત્રણ મહિના પહેલાં પણ તેમને પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.”પુત્ર અને પુત્રવધૂએ જણાવ્યું કે આરકે દુબેની પાસે એક રિવોલ્વર પણ છે. પોલીસે આખું ઘર તપાસ્યું, પરંતુ રિવોલ્વર ન મળી. પોલીસ હવે રિવોલ્વર પણ જપ્ત કરવાના પ્રયાસમાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here