બાબરાના એકલારાથી બસ ધાર્મિકસ્થાનોએ જવાની હતી:ઘાયલો પૈકીના એકલારા ગામના મહિલા સહિત ત્રણને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા: ડ્રાઇવરને જોકુ આવી જતાં બસ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયાની ગામ લોકોમાં ચર્ચા
સ્વાતંત્ર્ય પર્વની વહેલી સવારે ચારેક વાગ્યે સરધાર નજીક યાત્રાળુઓની બસ રોડ નીચે ઉતરી ખાડામાં ખાબકતાં અંદર બેઠેલા પંચાવન જેટલા યાત્રાળુઓમાંથી 40ને નાની મોટી ઇજાઓ થઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેમાંથી ત્રણને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાકીનાને બહુ ઇજા ન હોઇ સરધાર સ્વામિનારાયણ મંદિરની હોસ્પિટલમાં તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી.
સદ્દનસિબે ગંભીર દૂર્ઘટના અટકી હતી.રાજકોટના અહેવાલ મુજબ બાબરાના દામનગર પાસેના એકલારા ગામેથી 14મીએ મોડી રાતે યાત્રાની બસ નં. જીજે05બીટી-9129 ઉપડી હતી. જેમાં 55 જેટલા યાત્રાળુ બેઠા હતાં.
આ બધા એકલારા ગામના અને બાબરા તથા આસપાસના ગામના હતાં. નાનુભાઇ લાલુભાઇ પટેલ કે જેઓ સમયાંતરે યાત્રા પ્રવાસ યોજતા રહે છે તેમણે આ યાત્રાનું આયોજન કર્યુ હતું.
યાત્રાળુઓને દ્વારકા, બેટ દ્વારકા, રણુજા, સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ દર્શને લઇ જવાના હતાં. ત્રણ દિવસ માટેની આ યાત્રા હતી.
પરંતુ બસ રવિવારે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે સરધાર પાસે પહોંચી ત્યારે પલ્ટી મારી રોડ સાઇડના ખાડામાં ખાબકતાં ચીસાચીસ થઇ ગઇ હતી.
યાત્રાળુઓ હેબતાઇ ગયા હતાં. બનાવની જાણ થતાં જ સરધારના રહેવાસીઓ, સેવાભાવીઓ દોડી આવ્યા હતાં. પોલીસ અને 108ને પણ જાણ કરી દેવામાં આવી હતી.
પંચાવન જેટલા મુસાફરોને બસમાંથી બહાર કઢાયા હતાં. જેમાંથી ચાલીસેક મુસાફરોને નાની મોટી મુંઢ, છોલછાલ જેવી ઇજાઓ થઇ હતી.
મોટા ભાગનાને સામાન્ય ઇજાઓ હોઇ સરધારની સ્વામીનારાયણ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.સગા સંબંધીઓ, પરિવારજનોને જાણ થતાં તુરત જ સરધાર ખાનગી વાહનો સાથે પહોંચ્યા હતાં
અને સ્વજનને ઘરે તથા જરૂર જણાયે હોસ્પિટલે લઇ ગયા હતાં.તે પૈકી એકલારા ગામના કાંતિભાઇ પ્રાગજીભાઇ વાઘેલા (વાળંદ) (ઉ.વ.62), રસિલાબેન કાંતિભાઇ વાઘેલા (ઉ.વ.60) તથા વિનુભાઇ કનુભાઇ બાબરીયા (ઉ.વ.65)ને ફ્રેકચર જેવી
ઇજાઓ હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
વધુ માહિતી મુજબ ડ્રાઇવરને કદાચ ઝોકુ આવી ગયું હોઇ તે કારણે કાબુ ગુમાવ્યો હતો.
છેલ્લી ઘડીએ આંખ ઉઘડી જતાં તેણે બસને બ્રેક મારી દેતાં સ્પીડ સાવ ઘટી ગઇ હતી અને બસ સાવ ધીમી ગતિમાં આવી ગયા બાદ ખાડામાં ખાબકી હોઇ મોટી દૂર્ઘટના અટકી ગઇ હતી.
Read About Weather here
જો ફુલસ્પીડ સાથે ખાબકી હોત તો કદાચ મોટી જાનહાની થઇ હોત તેવું ગામલોકોમાં ચર્ચાતું હતું. (9.5)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here