સરગમ કલબ ફરી સભ્યો માટે લાવ્યું અઢળક કાર્યક્રમોનો રસથાળ

સરગમ કલબ ફરી સભ્યો માટે લાવ્યું અઢળક કાર્યક્રમોનો રસથાળ
સરગમ કલબ ફરી સભ્યો માટે લાવ્યું અઢળક કાર્યક્રમોનો રસથાળ
કોરોનાને કારણે બે વર્ષ સુધી કાર્યક્રમો યોજાયા ન હતા પરંતુ હવે કોરોનાની વિદાય થઇ જતા સરગમ પરિવાર માટે ફરીથી કાર્યક્રમોની વણઝાર શરૂ થઇ રહી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતું કે, સરગમ લેડીઝ કલબ, જેન્ટ્સ કલબ, કપલ કલબ અને સિનિયર સીટીઝન કલબના સભ્યો માટે નાટ્ય શોથી કાર્યક્રમોનો શરૂઆત થઇ રહી છે. ચિલ્ડ્રન કલબના સભ્યો માટે વોટર પાર્ક, ફિલ્મ-શો અને ફનવર્લ્ડની પીકનીક જેવા કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.આ પૂર્વે સરગમ જેન્ટ્સ કલબની વાર્ષિક સાધારણ સભા પણ મળવાની છે. આ તમામ કાર્યક્રમો આ વર્ષના નવા સભ્યો માટે રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, તા. 10મી એપ્રિલે સાંજે 7 વાગ્યે હેમુ ગઢવી હોલમાં સરગમ જેન્ટ્સ કલબની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી છે. આ સભામાં કલબના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવશે.સરગમ લેડીઝ કલબ, જેન્ટ્સ કલબ, કપલ કલબ અને સિનિયર સીટીઝન કલબના સભ્યો માટે મુંબઈના નાટક પપ્પા મારા પુષ્પરાજનો શો રાખવામાં આવ્યો છે. આ નાટય શો તા. 26મી એપ્રિલથી 29મી એપ્રિલ સુધી હેમુ ગઢવી હોલમાં યોજાશે.

ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે તા. 13મી એપ્રિલને બુધવારે સાંજે 6 થી 9 દરમિયાન સિનિયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ ખાતે રહેશે સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાની પુણ્યતિથી નિમિતે ભક્તિ સંગીત સંધ્યા યોજાશે. આ ઉપરાંત તા. 15મી એપ્રિલે સાંજે 6 થી 9 હેમુગઢવી નાટ્યગૃહમાં કિરીટ નિમ્બાર્કના રોયલ મ્યુુઝિક ગ્રુપ પ્રસ્તુત મ્યુઝિકલ પાર્ટી યોજવામાં આવી છે.ફકત બહેનો માટે સમર ટ્રેનીંગ કલાસ આ વખતે રાજકોટની બહેનો માટે તા. 6ઠ્ઠી મે થી 15મી મે સુધી કોટક સ્કુલ ( મોટી ટાંકી ચોક ) ખાતે સમર ટે્રનિંગ ક્લાસ રાખવામાં આવ્યા છે. આ ક્લાસમાં નિષ્ણાત લેડીઝ ટ્યુટર જુદા જુદા 30 વિષયોની તાલીમ આપશે. આ સમર ક્લાસ 10 દિવસ સુધી રોજ સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે અને ટોકન ફી લેવામાં આવશે.

બહેનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ સરગમ લેડીઝ કલબના બહેનો માટે આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ તેમ જ પોઈચા ( સ્વામીનારાયણ ધામ )ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુનાં વ્યુઈંગ ગેલેરીમાંથી દર્શન ઉપરાંત સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, લેસર શો, આરોગ્ય વન વગેરેની મુલાકાત લેવામાં આવશે. જે બહેનો આ પ્રવાસમાં જોડાવા માગતા હોય તેઓએ તા. 15 એપ્રિલ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ કલબની ઓફિસે ફી ભરવાની રહેશે. આ પ્રવાસમાં એક વ્યક્તિની ફી ત્રણ હજાર (3000) રૂપિયા રહેશે. આ ફીમાં તમામ ખર્ચ સામેલ છે.

તા. 28ને ગુરુવારના રોજ સાંજના 5 થી 7 ફક્ત સરગમ લેડીઝ કલબની બહેનો માટે વિવિધ પ્રકારની ગેઈમ સાથે કીટી પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ પણ આપવામાં આવશે. આ કીટી પાર્ટી માટે બહેનોએ એક વ્યક્તિ દીઠ 150 રૂપિયા ફી આપવાની રહેશે.
ચિલ્ડ્રન કલબ માટે પિકચર, વોટર પાર્ક, પીકનીક-ફિલ્મ શોસરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે એટલે કે તા. 1લી મે ના દિવસે સવારે 9 થી 11-30 દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શો યોજાશે.

તા. 6ઠ્ઠી મેએ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે ક્રિશ્ના વોટરપાર્કની પીકનીક રાખવામાં આવી છે. સવારે 7-45 વાગ્યે સ્પેશ્યલ બસ દ્વારા હેમુગઢવીથી ક્રિષ્ના વોટર પાર્ક જવાનું રહેશે અને સવારે 11 વાગ્યે પરત આવવાનું રહેશે. આ પીકનીક માટે 100 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે.તા. 9મી મેનાં રોજ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો અંતે ફનવર્લ્ડની પીકનીક રાખવામાં આવી છે. આ પીકનીકનો સમય સવારે 8 થી 10-30 રહેશે અને સભ્યોને વિનામૂલ્યે પ્રવેશ મળશે. ગેસ્ટનો ચાર્જ ભરવો પડશે.
સરગમ પરિવારના સભ્યો માટે પ્રવાસ

Read About Weather here

સરગમ પરિવારના તમામ સભ્યો માટે તા. 17/5 થી 28/5 સુધી 12 દિવસ માટે દિલ્હી, શ્રીનગર, જમ્મુ, કટરા, ગુલમર્ગ, પહેલગાવ, પટ્ટણીટોપ, વૈષ્ણોદેવીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં જોડાનાર માટે વ્યક્તિદીઠ 24 હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે.સરગમ કલબને આ પ્રવૃતિઓ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશ પટેલ, સ્મિત પટેલ, અરવિંદ દોમડીયા, અરવિંદ પટેલ (ફિલ્ડ માર્શલ) હરેશ લાખાણી, મીતેન મહેતા, મનસુખ મકવાણા, નાથા કાલરીયા, લલીત રામજીયાણી, યોગેશ પુજારા, કિરીટ આદ્રોજા, એમ.જે. સોલંકી, ખોડીદાસ પટેલ, જયેશ વસા, રાકેશ પોપટ, શિવલાલ રામાણી,, વિનોદ પંજાબી, ભરત સોલંકી, રાજેન્દ્ર શેઠ, જયસુખ ડાભી, રમેશ અકબરી, મનસુખ ધંધુકિયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, ડો.મધુરીકાબેન જાડેજા, જશુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, ભાવનાબેન ધનેશા, સુધાબેન ભાયા, છાયાબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here