સરકારી વકીલ સંજયભાઈ વોરાની અનેરી સિધ્ધિ: 50 કેસોમાં આરોપીઓને સજા કરાવી

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજય વોરાએ ગઇકાલે બનાવટી ચલણી નોટ છાપવાના કેસના આરોપી અરવિંદ અકબરી સામેનો કેસ સરકાર પક્ષે સફળતાપૂર્વક પુરો કરાવીને આરોપીને 10 વર્ષની સજા કરાવી હતી. ત્યારે આજે સંજય કે.વોરા જીલ્લા સરકારસ વકીલ, મુકેશ પીપળીયા, તરૂણ માથુર,અનીલ ગોગીયા મદદનીશ સરકારી વકીલ સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સજાના આ હુકમ સાથે સરકારી વકીલ તરીકેના કાર્યકાળ દરમિયાન સંજયભાઇ વોરાએ કુલ 50 કેસોમાં સરકાર પક્ષે કેસો પુરવાર કરાવીને આરોપીને સજા કરાવીને અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય સરકારી વકીલ તરીકેની કારકિર્દી દરમિયાન ફાંસી, આજીવન કેદ સહિતના 50 જેટલા વિવિધ પ્રકારના કેસોમાં આરોપીઓને સજા કરાવીને ખૂબ જ મોટી સફળતા હાંસલ કરી છે. ગત તા.રર/1ર/ર01પ ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા સરકારી વકિલ તરીકેની પચાસમી સજાની ઉપલબ્ધી તેઓએ મેળવેલ છે.

સરકારી વકિલ તરીકે આ સંખ્યાની સજાઓને વિક્રમી ઉપલબ્ધી ગણાવી વોરાએ જણાવેલ હતું કે, બળાત્કારના એક આરોપીને ફાંસી તેમજ 16 ગુનેગારોને આજીવન કેદ સહીતની આટલી મોટી સંખ્યાની સજાઓ જિલ્લા સરકારી વકિલ તરીકે ફકત તેઓ જ મેળવી શકેલ છે. તેઓના સવા છ વર્ષના કાર્યકાળ દરમ્યાન પચાસ સજાઓના આખરી હુકમો ઉપરાંત બલી ડાંગર, જયપાલસિંહ જાડેજા, મગન ઝાલાવડીયા, ગોંડલના નિખિલ દોંગા અને તેની ગેંગ, જામનગરના જયેશ પટેલની ગેંગના તમામ ગુનેગારો, અબજો રૂપિયાની થાપણો ઓળવી જનાર પ્રદિપ ડવેરા અને તેના સાથીદારો તેમજ લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ પકડાયેલ વેપારીઓ અને માથાભારે ઈસમોની સેંકડો જામીન અરજીઓ રદ કરાવેલ છે.

Read About Weather here

આ ઉપરાંત કારર્કીર્દી દરમ્યાન લડેલા કેસોની યાદી તાજી કરેલ હતી .એક કેસમાં પુત્રએ દારૂના પૈસા ન આપતા માતાને મોતને ઘાટ ઉતારી હતી તે કેસ સૌથી ટીપીકલ ગણાવ્યો હતો છતા કેસ લડીને આરોપીને આજીવન કેદની સજા આપેલ હતી.ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અત્યારે પોક્સો કેસોમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. 400 થી વધુ કેસો નોંધાયો છે. મોટેભાગે આવા કેસોમાં સમાધાન કરવામાં જ આવતું હોય છે. છતાં આવા કેસોમાં થતો વધારો એ ગંભીર બાબત ગણી શકાય.
રાજકોટમાં હાઇકોર્ટની બેચ અંગે પુછતા તેઓએ જણાવ્યું કે રાજકોટમાં હાઇકોર્ટની બેચની સતત જરૂર છે. એવુ કહી શકાય કારણકે હાલમાં હાઇકોર્ટમાં ખાલી સૌરાષ્ટ્રના જ 40 ટકાથી વધુ કેસો નોંધાયેલા છે. તેનું નિવારણ ઝડપી બની શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here