સરકારી ક્વાર્ટર આપવાની લાલચે 3.48 લાખની છેતરપિંડી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અનેક લોકો છેતરપિંડી કરવા માટે નવી નવી તરકીબો વિચારતા હોય છે તે રીતે અમદાવાદના બે શખ્સોએ રાજકોટના મિલન મારૂ સાથે આવાસ સેંટીંગ કરી ફાળવી દેવામાં આવશેનું કહી 3.48 લાખ ટ્રાન્સફર કરી કટકે કટકે ત્રણ વખત પૈસા ટ્રાન્સફર કરાવીને આરોપીઓ ઓફીસ બંધ કરી નાસી છુટતા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરિયાદમાં મિલન મારૂએ જણાવ્યું છે. અલગ અલગ વખત કોર્પોરેશનમાં આવાસ માટે અરજી કરેલ પણ લાગ્યું ન હતું માટે સગા સંબધીને પુછ્યું કે જો કોઇ ઓળખીતુ હોય કે જે આવાસ ફાળવી આપે તેમાં અમદાવાદના તૃપ્તીબેન પરમાર તેમજ મોહીત પટેલે આવાસ યોજનાનું ક્વાર્ટર મકાન તમને મળી જશેની લાલચ આપી હતી અને બનેએ પૈસાની માંગણી કરી હતી.

Read About Weather here

ફરિયાદીએ અલગ અલગ ત્રણ વખત મહાદેવ મની ટ્રાન્સફર નામની ઓફીસમાંથી અલગ અલગ ત્રણ એકાઉન્ટમાં કટકે કટકે 348500 નખાવી લીધા હતા અને પુનીતનગર આવાસ યોજનામાં કવાર્ટરની ફાળવણી કરાઇ છે બની જશે એટલે ફાળવી દેવાનું કહેવાયું અને અલગ અલગ સમયે કહેવામાં આવ્યું કે તમે આવાસનો હપ્તો આ ખાતામાં ભરી દેજો આવાસના હપ્તા ભરતા હતા બાદમાં તૃપ્તીબેન સહિતના આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દેવાયા અને આવાસ યોજનાનું મકાન નહીં ફાળવી તેમજ રૂપિયા પરત ન આપતા ને ઓફીસ બંધ કરી નાસી છુટતા અંતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી હાલમાં તાલુકા પોલીસના પી.એસ.આઇ. ડી.વી.ખેર તપાસ કરી રહ્યા છે તેમજ આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here