રાજકોટ સહિત ગુજરાત રાજયમાં સરકારની કચેરીઓમાં કામ કરતા કરાર આધારીત આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ અટકાવવાની માંગણી સાથે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને આવેદનપત્ર આપીને આઉટસોર્સ કર્મચારીઓએ આવેદન પત્રમાં રાજય સરકારની જુદી-જુદી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ બેઇઝ આઉટસોર્સિંગમાં વર્ગ -3 અને વર્ગ -4 ના જુદા-જુદા હોદ્દા મુજબ કર્મયારી તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવીએ છીએ.
Visit Saurashtra Kranti Homepage here
આ ફરજ દરમ્યાન એજન્સીઓ દ્વારા લાયકાત પ્રમાણે યોગ્ય વેતન આપવામાં આવતું નથી. જુદી જુદી કચેરીઓમાં વર્ષોથી કારકુન, ડેટા એન્ટ્રી ઓપરેટર, પટ્ટાવાળા, ડ્રાઇવર જેવા હોદ્દા પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ. સામાન્ય સરકારી મજુર કરતા પણ ઓછું વેતન આપવામાં આવે છે જે યોગ્ય નથી. આટલા વેતનમાં હાલમાં ચારેકોર વધી પડેલી મોંઘવારીમાં પરીવારનું યોગ્ય રીતે ભરણપોષણ કરી શકતા નથી. થોડા સમય પહેલા જ લોકડાઉનનો સમયગાળો જતા આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છીએ, તેમાં હજુ આર્થિક અને માનસીક શોષણનો ભોગ બનવું પડે છે.
Read About Weather here
એટલુ જ નહીં આ પ્રકારના આવેદનો અનેકવાર જુદા જુદા કલેકટરોને વારંવાર આપવા છતાં રજૂઆતો ઉપર લેવલે કોઇ સાંભળતું નથી.વધુમાં કોઇપણ જાતના ટી.એ..ડી.એ. કે બોનસ જેવા અન્ય લાભો પણ આપવામાં આવતા નથી. જો જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા જતા અથવા તો હક માટે અવાજ ઉઠાવતા નોકરીમાંથી છુટા કરી નાખતા હોય છે અથવા તો રજૂઆતની વાત કરતા નોકરીમાંથી છુટા કરવાની ધમકી આપી બંધારણીય અવાજ દબાવવાનો પણ પ્રયત્નો સરકારી ઉચ્ચ અધિકારીઓ કરે છે જેથી માનસીક યાતનાનો ભોગ બનવું પડે છે, જે વિગતો ધ્યાને લઇ ઉપર લેવલે સરકારમા આવેદન પત્ર યોગ્ય ન્યાયીક પગલા લેવાની ભલામણ કરવા અંતમાં ધારાસભ્યને અરજ કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here