મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અંધેરી, બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે હવામાન વિભાગે આજે અહીં ભારે વરસાદની ચેતવણી આપી છે. માયાનગરી મુંબઈમાં વરસાદે આફત સર્જી છે, મુંબઈમાં બુધવારે સવારે પણ વરસાદ પડ્યો જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની મોસમ માત્ર મુંબઈમાં જ ચાલુ નથી પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં તેણે હાહાકાર મચાવ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરના વસઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, ભૂસ્ખલનને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે, જેમાંથી ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે.વરસાદની સંભાવના વ્યક્ત કરતાં તેમણે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.
Visit Saurashtra Kranti Homepage here
મહારાષ્ટ્રના પાલઘરના વસઈ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઘરોને નુકસાન થવાથી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવાયા છે. પાલઘરના કલેક્ટરે આ માહિતી આપી છે.ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં જૂનથી અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.મુંબઈમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જીવન સંપૂર્ણ થંભી ગયું છે. સતત વરસાદના કારણે અંધેરી સબવે પાણીમાં ડૂબી ગયો છે.
બીજી તરફ નાગપુર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ, પાલઘર, પુણે, કોલ્હાપુર, સાતારા અને થાણેમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં વાવામહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે અને પૂરગ્રસ્ત સ્થળોએથી વધુ ૯૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ૧૩ ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે.
Read About Weather here
મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો અને કલાકોમાં શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે કેટલાક સ્થળોએ રોડ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો, અધિકારીઓએ જણાવ્યું હત. મુંબઈની આ હાલત છે, ત્યારે હવામાન વિભાગે રાજધાની દિલ્હી, યુપી, બિહાર, એમપી, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની પણ શકયતા છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી નાસિક, પાલઘર અને પુણે જિલ્લામાં વિવિધ સ્થળોએ અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.ઝોડું આવી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here