સમગ્ર દેશમાં ગુજરાત સુશાસનમાં અવ્વલ ક્રમે

સમગ્ર દેશમાં ગુજરાત સુશાસનમાં અવ્વલ ક્રમે
સમગ્ર દેશમાં ગુજરાત સુશાસનમાં અવ્વલ ક્રમે

રોજગાર સર્જનમાં પણ ગુજરાત ટોચના સ્થાને, કોઈપણ રાષ્ટ્રના કે રાજ્યનાં વિકાસ માટે પાયાની શરત ગુડ ગવર્નન્સ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદમાં રોજગાર નિમણુંક પત્રો અને એપ્રિન્ટીશીપ કરાર પત્રોનું વિતરણ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશમાં સુશાસન આંકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને સુશાસનનાં નવા માપદંડો પ્રસ્થાપિત કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અર્થ વ્યવસ્થા, માનવ સંશાધન, માળખાગત સુવિધા, સમાજ કલ્યાણ અને સામાજીક સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીનું સમરણ પણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમમેવ જયતેનું સૂત્ર આપી શ્રમનો મહિમા વધાર્યો છે અને યુવાનોનાં બાવડાનાં બળે આત્મનિર્ભર ભારત તથા નયા ભારતનું સંકલ્પ કર્યો છે. વડાપ્રધાને હર હાથ કો કામ, હર કામ કો સન્માનનું સૂત્ર ચરિતાર્થ કર્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્કિલ હ્યુમન સંપદા આજની જરૂરિયાત છે. ગુજરાત એ દિશામાં મક્કમપણે આગળ વધે છે. ગ્લોબલ સમીટથી નવા ઉદ્યોગો આવતા રાજ્યોમાં કૌશલ્યવાન યુવાનોની જરૂરિયાત ઉભી થઇ છે. તેને અનુલક્ષીને ગુજરાત સરકારે નવા અભ્યાસ ક્રમો શરૂ કર્યા છે.

ગુજરાતનાં વિકાસમાં જેની મહત્વની ભૂમિકા છે એવી શ્રમશાંતિ એટલે કે લેબરપીસ આ રાજ્યમાં જ છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સુંદર, સરળ અને લોકાભિમુખ શાસનને સુશાસન ગણાવી કહ્યું હતું કે, સરકારે આ પરિકલ્પના સાકાર કરી છે. 3

Read About Weather here

અટલજી અને મોદીએ ચિંધેલા સુશાસન માર્ગ પર ભુપેન્દ્ર પટેલની સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોનાં યુવાનોનું કૌશલ્ય વધે એ માટે ટૂંક સમયમાં ધી સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટી કાર્યરત થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here