સબ સલામતના બંણગા ફૂંકતી સરકારને લાઇનો દેખાતી નથી

સરકારને લાઇનો દેખાતી નથી
સરકારને લાઇનો દેખાતી નથી

કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ કલેકટર કચેરીમાં ધરણા કરવા ગયેલા ચાર કોંગ્રેસ અગ્રણીની અટકાયત

સિવિલ-ખાનગીમાં હાઉસફુલ બેડો વચ્ચે અમૃતમ કાર્ડની યોજના મશ્કરી સમાન, વોર્ડ વાઇઝ કંટ્રોલ રૂમ ખોલી દર્દીને માર્ગદર્શન આપવા કોંગ્રેસની માંગ

રાજકોટ સહીત રાજ્યભરમાં કોરોનાએ માજા મૂકી છે જેને કાબુમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે

રાજકોટની પ્રજાને કોરોના મહામારી વચ્ચે બેડ, ઇન્જેક્શન, ઓક્સીજન બાટલા, દવા પૂરી પાડવા માટે નિષ્ફળ નિવડેલ વહીવટી તંત્ર-રાજ્ય સરકારની વિરુધ્ધમાં ઘરણા કરવા પહોંચેલ કોંગ્રેસના આગેવાન ગોપાલ અનડકટ, રણજીત મુંધવા, ભાવેશ પટેલને કલેકટર કચેરીમાં પ્રવેશ કરે તે પૂર્વે જ પ્ર.નગર ક્રાઈમ બ્રાંચના સ્ટાફે અટકાયત કરી પ્ર.નગર ખાતે લઇ ગઈ હતી.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબુ બની ગયો છે ક્યાંય કોઈ દર્દીને દાખલ કરવા માટે એકપણ બેડ ઉપલબ્ધ નથી આવી પરિસ્થિતિમાં ગરીબ પ્રજા સાથે ભાજપે અમૃતમ કાર્ડમાં કોરોનાની સારવાર મળશે તેવી જાહેરાત કરીને લોકોની મજાક કરી છે બેડ જ ન હોય તો અમૃતમ કાર્ડનું શું કરવું જે પ્રજાએ તમને મત આપ્યા છે તે પ્રજાનું કામ કરવા માટે વોર્ડ વાઈઝ કંટ્રોલરૂમ ખોલવા જોઈએ અને કોરોનગ્રસ્ત દર્દીને ક્યાં સારવારમાં જવું તે અંગેનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ સબ સલામતના બણગા ફૂંકતી ભાજપ સરકારને આ વેઇટિંગમાં ઉભેલા દર્દીઓની લાઈનો નહિ દેખાતી હોય તેવો સણસણતો આક્ષેપ કોંગ્રેસના ડી પી મકવાણા, ગોપાલ અનડકટ, રણજિત મુંધવા અને ભાવેશ પટેલે કર્યો છે

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સહીત રાજ્યભરમાં કોરોનાએ માજા મૂકી છે જેને કાબુમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણીઓ ડી પી મકવાણા, ગોપાલ અનડકટ, રણજિત મુંધવા અને ભાવેશ પટેલ સહિતનાઓએ ચૌધરી ગ્રાઉન્ડમાં સરકારના વિરોધમાં અનશન ઉપર બેસી જબરો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે સરકારે ગરીબ પ્રજાજનો સાથે મશ્કરી સમાન નિર્ણય કર્યો છે એક તરફ શહેરની તમામ હોસ્પિટલો હાઉસફુલ છે એકપણ બેડ ઉપલબ્ધ નથી તેવી પરિસ્થિતિમાં નીમ્ભર સરકારે દરેજ નાગરિકોને માં અમૃતમ કાર્ડ યોજનામાં ખાનગી હોસ્પિટલોમાં ફ્રી સારવાર મળશે તેવી જાહેરાત કરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે

જો ક્યાંય બેડ જ ખાલી ન હોય તો માં અમૃતમ કાર્ડનો શું ઉપયોગ થાય તે પણ વિચાર્યા વિના લોકોની મજાક સમાન નિર્ણય જાહેર કરીને પ્રજાને કોણીએ ગોળ ચોંટાડ્યો છે બીજી તરફ જે પ્રજાજનો પાસે મતની ભીખ માંગવા ઘરે ઘરે જતા હતા ત્યારે લોકોએ વિશ્વાસ મૂકીને મત આપ્યા હતા આજે એ જ વોર્ડમાં કોઈ ડોકાતું પણ નથી ત્યારે કોરોનગ્રસ્ત દર્દીઓને વહારે આવવું જોઈએ અને વોર્ડ વાઈઝ કંટ્રોલરૂમ ચાલુ કરી પોતાના જ વોર્ડમાંથી કોરોનગ્રસ્ત દર્દીઓને ક્યાં સારવાર મળશે તે અંગેની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેમજ ચૂંટણી ટાણે ફંડ ઉઘરાવતી સરકાર અત્યારે કેમ મૂકપ્રેક્ષક બનીને બેઠી રહી છે

Read About Weather here

અત્યારે લોકો માટે ફંડ ઉઘરાવીને લોકો માટે વધુ ને વધુ સુખ સુવિધા ઉપલબ્ધ કરાવી લોકોને મોતના મુખમાં જતા બચાવવા જોઈએ બીજી તરફ હોમ આઇસોલેટ દર્દીઓને જુદી જુદી જગ્યાઓથી ઓક્સીઝન સિલિન્ડર મળી રહેશે તેવી જાહેરાત કરી હોવા છતાં લોકોને અનેક યાતનાઓ વેઠવી પડી રહી છે અને અંધાધૂંધી સર્જાઈ છે ત્યારે તેના માટે પણ ખાસ મેનેજમેન્ટ ગોઠવવું જોઈએ આટલી અગવડતાઓ વચ્ચે પણ સરકાર સબ સલામતના ગાણા ગાઈ રહી છે

એક વખત બહાર નીકળીને હોસ્પિટલમાં જીવવા માટે કોઈના મરવાની કલાકો સુધી રાહ જોતા દર્દીઓ તરફ એક નજર કરો તો ખબર પડે આ લોકો કઈ શાકભાજી લેવા લાઈનમાં નથી ઉભા જીવવાની આશા સાથે કલાકો સુધી તડકામાં સેકાતા દર્દીઓની લાઈન શું આ સરકારને નહિ દેખાતી હોય તેવા આક્ષેપ સાથે ગરીબ દર્દીઓની વહારે કોંગ્રેસ આવી હતી અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here