સબંધોના દોરડે કુતરાને લઇ લટકી ગયો…!

સબંધોના દોરડે કુતરાને લઇ લટકી ગયો...!
સબંધોના દોરડે કુતરાને લઇ લટકી ગયો...!
પરિણામ એ આવ્યું કે કૂતરો તો બચી ગયું પરંતુ તેનો માલિક મરી ગયો. આ સમગ્ર ઘટનાની જાણ યુવકની માતાને ત્યારે થઈ જ્યારે કૂતરુ જોરજોરથી ભસવા લાગ્યું. વાસ્તવિકતા એવી હતી કે કૂતરાએ માતાને બચકું ભરી લીધું હતું,

Visit Saurashtra Kranti Homepage here

આ કારણે તે તેને ઘરમાં રાખવા માંગતી નહોતી. મધ્યપ્રદેશના છતરપુરમાં પશુ સાથેના પ્રેમની એક અદભુત ઘટના પ્રકાશમાં આવી છે. જોકે આ ઘટના દુઃખદ છે. યુવકની માતાએ તેને કહ્યું કે કૂતરાને ઘરની બહાર કાઢી મૂક તો યુવકે કૂતરાને ઘરની બહાર કાઢવાની જગ્યાએ પોતાનો જીવ જ આપી દીધો.

યુવક કૂતરાની સાથે જ ફાંસીએ ટીંગાઈ ગયો.મામલો વિશ્વનાથ કોલોનીનો છે. અહીં 38 વર્ષીય કમલેશનું શબ મંગળવારે ફંદા પર લટકેલું મળ્યું હતું. તે 65 વર્ષની માતા શાંતિ મસીહી અને પોતાના કૂતરા સાથે રહેતો હતો.

કૂતરાએ માતાના હાથ પર બચકું ભરી લીધું હતું. તે પછીથી માતાએ તેના પુત્રને કહ્યું કે હવે આ કૂતરુ આપણને બચકા ભરવા લાગ્યું છે, તેથી તેને ઘરમાંથી ભગાડી દે. આ બાબતે પુત્રએ માતાને કહ્યું કે હું મરી જઈશ પરંતુ કૂતરાને મારીશ નહિ અને ભગાડીશ પણ નહિ.

જ્યારે માતાએ તેના પુત્રને આ અંગે કહ્યું તો પુત્ર ગુસ્સે ભરાઈને બહાર જતો રહ્યો હતો.માતાએ જણાવ્યું કે બોલાચાલી પછી પુત્ર ઘરની બહાર જતો રહ્યો હતો. તે પછીથી કૂતરાનો ભસવાનો અવાજ આવવા લાગ્યો હતો.

માતા બહાર ગઈ તો પુત્ર લટકેલી સ્થિતિમાં હતો. લોકોએ કહ્યું કે કમલેશે ફાંસીના ફંદા સાથે કૂતરાની ચેનને પણ બાંધી દીધી હતી.ભાઈ સુનીલ મસીહીનું કહેવું છે કે કમલેશ કોઈ પણ સ્થિતિમાં કૂતરાને ભગાડવા તૈયાર નહોતો.

જોકે અમે તેની આ વાતની અવગણના કરી હતી. આ જ અમારી સૌથી મોટી ભૂલ છે. તેણે કૂતરાની સાથે ફાંસી લગાવી હતી, જોકે તે બચી ગયો હતો.છતરપુરની વિશ્વનાથ કોલોનીના રહેવાસી મૃતક કમલેશે(38) 19 વર્ષ પહેલા બારાસિવનીની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા.

બંનેને એક પુત્ર પણ હતો. કમલેશ તેની 65 વર્ષની માતા શાંતિ મસીહીની સાથે ખાલી પડેલા પ્લોટ પર ઝુપડું બાંધીને રહેતો હતો. તે મિકેનિકનું કામ કરતો હતો. તે પોતાના કૂતરાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને પોતાની સાથે જ રાખતો હતો.

Read About Weather here

નવ વર્ષ પહેલા જ તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. પત્ની પોતાની સાથે પોતાના છોકરાને પણ લઈ ગઈ હતી. હાલ તેનો પુત્ર 17-18 વર્ષનો છે, જે તેની માતાની સાથે બારાસિવનીમાં જ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here