સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમોની જાહેરાત કરતા ગુણવંતભાઈ

સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમોની જાહેરાત કરતા ગુણવંતભાઈ
સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમોની જાહેરાત કરતા ગુણવંતભાઈ

સરગમ પરિવારના સભ્યો માટે નાટ્ય-શો અને સંગીત સંધ્યાનું આયોજન

કાર્યક્રમો હેમુગઢવી હોલ ખાતે યોજાશે

સરગમ પરિવારનાં સભ્યો માટે મુંબઈનાં પ્રખ્યાત કલાકારોનાં નાટ્ય શો અને સંગીત સંધ્યાનું આયોજન જેન્ટસ ક્લબ, લેડીઝ ક્લબ, કપલ ક્લબ અને સિનીયર સિટીઝન ક્લબનાં સભ્યો માટે સપ્ટેમ્બર મહિનામાં બે કાર્યક્રમોની ગુણવંતભાઈ ડેલાવાળાએ જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમ માં હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં યોજાશે. સિનિયર સિટીઝન ક્લબના સભ્યો માટે તા.19 ને રવિવારે 4:30 થી 7:30 દરમ્યાન નવા જુના ફિલ્મી ગીતોખની સંગીત સંધ્યા યોજવામાં આવી છે. મુંબઈના પ્રખ્યાત નાટય શોનું આયોજન પણ તા.25 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.

આ નાટય શોનો સમય 4:30 થી 7:30 રહેશે. સરગમ કપલ ક્લબના સભ્યો માટે તા.18 ને શનિવારે 8 થી 11 દ2મ્યાન નવા જુના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યા યોજવામાં આવી છે. સરગમ કપલ કલબ માટે મુંબઈના પ્રખ્યાત આ નાટય શોનું આયોજન પણ તા.25 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.

આ નાટય શોનો સમય 8 થી 11 રહેશે. લેડીઝ ક્લબ લેડીસ ક્લબના સભ્યો માટે તા.18 ને શનિવારે 3:30 થી 6:30 સંગીત સંધ્યા યોજવામાં આવી છે. સરગમ લેડીઝ કલબના સભ્યો માટે મુંબઈના આ પ્રખ્યાત નાટયે શોનું આયોજન પણ તા.24 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે.

આ નાટય શોનો સમય 3:30 થી 6:30 રહેશે. સરગમ જેન્ટસ ક્લબના સભ્યો માટે તા.19 ને શનિવારે 8 થી 11 દરમ્યાન નવા જુના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યા યોજવામાં આવી છે. સરગમ જેન્ટસ કલબના સભ્યો માટે તા.24 ને શનિવારના રોજ નાટય શોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

આ નાટય શોનો સમય 8 થી 11 રહેશે. આ તમામ કાર્યક્રમોની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મીલેશભાઈ પટેલ, મિતેનભાઈ મહેતા, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, ગીતાબેન હિરાણી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here