સધિયારો : રાજકોટ જિલ્લામાં 3035 પીડિત મહિલાઓને વ્હારે આવતી અભયમ ટીમ

સધિયારો : રાજકોટ જિલ્લામાં 3035 પીડિત મહિલાઓને વ્હારે આવતી અભયમ ટીમ
સધિયારો : રાજકોટ જિલ્લામાં 3035 પીડિત મહિલાઓને વ્હારે આવતી અભયમ ટીમ
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકોના કલ્યાણ હેતુ ઘણી યોજનાઓ અમલી છે.જે અન્વયે મહિલાઓની સુરક્ષા અને રક્ષણ માટે વિશેષ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. મહિલાઓનો વિશ્ર્વાસ સંપાદિત કરતી આ હેલ્પલાઈને અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ધરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લાની 181 અભયમ ટીમ વિશે વાત કરીએ પારિવારીક હુંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2022 માં 181 અભયમ હેલ્પ લાઈન દ્વારા 3035 પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ પહોંચાડવામાં આવી છે. જેમાંથી 1927 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. અન્ય કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલા લક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ કરવામાં આવી છે.

12 લાખ મહિલાઓએ 181 મહિલા અભયમ હેલ્પલાઈનનો કર્યો સંપર્ક

આ તકે રાજકોટ જિલ્લાના અભયમ ટીમના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તુષાર બાવરવાએ મહિલાઓને સુરક્ષાનું અભય કવચ પૂરું પાડતી અભયમ હેલ્પલાઈનની સાર્થકતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પ લાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પ લાઇન મહિલાઓ માટે હંમેશા આશીર્વાદરૂપ સમાન છે.ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવા અસરકારતાથી આગળ વધી રહી છે.

મહિલાઓ પર થતા શારીરિક,માનસિક, ઘરેલું હિંસાના કિસ્સાઓ,કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્ન જીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ,મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ,બાળ લગ્ન, બિન જરૂરી ફોન કોલ, મેસેજથી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી,છેડતી,સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બનેલ હતી. અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિવારને વિખરાતા બચાવ્યાની અનોખી કામગીરી કરવામાં આવી રહી છે તેમ તુષાર બાવરવાએ ઉમેર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજ્યમાં વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલી પીડિત મહિલાઓએ સલાહ – સૂચન,મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા છે.જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી અઢી લાખ મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી.આમ,અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ,સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરે છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન,અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here