સચિવાલયમાં 39 નાયબ સેકશન અધિકારીઓની બદલી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગાંધીનગરના સચિવાલયમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર ચાલુ થઈ ગયો છે. જેમાં હવે 39 નાયબ સેકશન અધિકારીઓની સામુહિક આંતરિક બદલી કરવામાં આવી છે.સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ સિમરન પોપટણીએ સચિવાલયમાં મોટાપાયે આંતરિક ફેરબદલના કરેલા હુકમમાં તમામ 39 નાયબ એકશન અધિકારીઓના વિભાગ બદલી નાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં હેતલ માધવાચાર્ય, હિરેન જોષી, મનન રાવલ, યુવરાજસિંહ વાઘેલા અને રવિ પટેલને સામાન્ય વહીવટ વિભાગમાં મુકવામાં આવ્યા છે. જયારે ઈન્દ્રજીતસિંહ ચારણ અને નેહા મિશ્રાને શિક્ષણ વિભાગ, અશ્ર્વિનકુમાર જાદવ, આશિષ ચૌધરી અને બી.એમ. છત્રાલાને કાયદા વિભાગ, દર્શનાબેન પટેલ, માનસી ખોખાણી, મિતેશ પટેલ અને કૌશલ અજુડીયાને નાણા વિભાગમાં ટ્રાન્સફર કરાયા છે.

Read About Weather here

આ ઉપરાંત કૃષિ સહકાર વિભાગ, જય સંપતિ વિભાગ, બંદર અને વાહન વ્યવહાર વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, શ્રમ વિભાગ, માનવાધિકાર આયોગ, ગૃહ નિર્માણ વિભાગ, મહિલા-બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, મનન પુરવઈ, વિભાગ, માર્ગ અને મકાન વિભાગના પણ નાખવા સેકશન અધિકારીઓની આંતરિક બદલી કરી નાંખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here