રેસકોર્ષમાં સગીરાને પરણિત ઢગો ઘેની પ્રવાહી પીવાડી કારખાને લઈ ગયો ; સાંજે ઘરે પહોંચેલી સગીરાની તબિયત લથડતા સારવારમાં ખસેડાઇ
કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી સગીરાને તેનો સ્કૂલ રીક્ષા દ્રાઈવર પ્રેમજાળમાં ફસાવી સવારે રિક્ષામાં ઉપાડી જઇ રેસકોર્ષ – કારખાના જેવા વિવિધ સ્થળો પર લઈ ગયા બાદ સાંજે ઘરે મૂકી નાશી છૂટ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
બાદમાં સગીરાની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કુવાડવા પોલીસે બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેનો સ્કૂલ રીક્ષા દ્રાઈવર દિપક શ્રી વાસ્તવ પ્રેમજાળમાં ફસાવી બ્યુટી પાર્લરમાં મુકવા જવાનું કહી રેશકોર્ષ લઈ ગયો હતો.
જ્યાં સગીરાને કેફી પ્રવાહી પીવડાવી દીધા બાદ કોઈ અજાણ્યા શખ્સના કારખાને લઇ ગયો હતો.જ્યાથી સાંજે ફરી સગીરાને રિક્ષામાં બેસાડી પેટ્રોલ પંપ પાસે મૂકી છૂટ્યો હતો.ઘરે પરત ફરેલી સગીરા બેભાન થઈ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યા માતા પિતાને સમગ્ર ઘટના અંગે આપવીતી જણાવી હતી.
Read About Weather here
છેલ્લા ત્રણ મહિનાથી પરણિત રીક્ષા ચાલક સાથે સગીરાને પ્રેમ સંબધ હોવાનું જણાવતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. કુવાડવા પોલોસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મહિલા પોલીસની ટીમે સગીરાનું મેડિકલ ચેકપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here