સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ
સગા સાળા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના હુમલાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

રાજકોટ: સગીરાનું અપહરણ કરી દુષ્કૃત્ય કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો. ગત તા. 1-10ના રોજ રાજકોટ તાલુકા ગામના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઇ જઇ દુષ્કૃત્ય ગુજારનાર આરોપી શીવમ ઉર્ફે શીવ રાજકુમાર નામદેવ રહે. મધ્યપ્રદેશ વાળાએ જેલમાંથી જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. સરકાર તરફે સરકારી વકીલે હાજર થઇ જામીન અરજીની વિરોઘ્ધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોઘ્ધી ગુન્હો છે અને આવા ગુન્હા સમાજમાં દિનપ્રતિદિન ખુબ જ વધતા જાય છે. જો આવા આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તેથી જામીન અરજી રદ કરવા દલીલ કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી કે.ડી. દવે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here