સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ દીકરીના પિતાની વ્યથા સાંભળી, કલેકટર કયારે સાંભળશે?

સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ દીકરીના પિતાની વ્યથા સાંભળી, કલેકટર કયારે સાંભળશે?
સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ દીકરીના પિતાની વ્યથા સાંભળી, કલેકટર કયારે સાંભળશે?

દીકરીના પિતાને આશા કલેકટર જરૂરને જરૂર મળશે

સંવેદનશીલ મુખ્યમંત્રીના વતનમાં ફરજ બજાવતા અધિકારીઓ ઘણી વખત કેટલા બધા બેદરકાર, લાપરવાહ અને ફરજ વિમુક થઇ જતા હોય છે તેનું એક ચોકાવી દેનારૂ ઉદાહરણ સામે આવી રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી પાસે પોતાની વિતક ગાથા આસાનીથી રજૂ કરી શકનાર એક બિમાર દીકરીના પિતાને રાજકોટ કલેકટરને મળવાનો સમય લેવામાં કેટલો બધો પરીશ્રમ થઇ રહયો છે.

તેની હકીકત બહાર આવતા શહેરભરમાં ભારે ચર્ચા જાગી ઉઠી છે. મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશ છતાં લાચાર પિતાને મળવાનો સમય કલેકટર આપી રહયા નથી એટલુ જ નહીં બિમાર દીકરીની સારવાર માટે અત્યંત જરૂરી એવો રીપોર્ટ

કાઢી આપવામાં ધક્કા ખાઇ રહયા હોવાનું દીકરીના પિતાએ જણાવ્યું હતું. આ મુદ્ો સમગ્ર રાજકોટમાં દરેક વર્ગમાં ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે.

છેલ્લા 4-4 દિવસથી બિમાર માસુમ દીકરીનો પિતા કલેકટર કચેરીના ધક્કા ખાઇ રહયો છે, પગથીયા ધસી રહયો છે પણ કલેકટરની મુલાકાત થઇ શકતી નથી.

પરીણામે અસાધ્ય બિમારીથી પીડાતી માસુમ દીકરીની સારવારમાં અસહય વિલમ થઇ રહયો છે.

લાચાર અને વ્યથીત પિતા આજે ગુરૂવારે પણ કલેકટર કચેરી આવ્યા હતા. સવારથી બપોર સુધી એમણે રાહ જોઇ પણ કલેકટર કચેરીમાંથી અગાઉની જેમ એક જ જવાબ મળ્યો છે

કે, સાહેબ બહાર ગયા છે હમણા આવી જશે તેવું કલેકટર કચેરીમાંથી કહેવામાં આવ્યું હતું સવારે 11 કલાકથી આવેલા પિતા તેમજ દીકરીએ કલેકટરની રાહ જોઇને બેસી રહેવું પડયું હતું.

જાણવા મળ્યા મુજબ આ માસુમ દિકરીના પિતાનું નામ હિરેનભાઇ ગોરખીયા છે. એમની દીકરીનું નામ ખષ્ટી છે એમની દીકરીની વય 8 વર્ષ છે.

આ માસુમ બાળાને મગજની કોઇ ગંભીર બિમારી છે. જેનું નિદાન અને સારવાર કરાવવા માટે કલેકટરે બહેરા રીપોર્ટ નામનો એક રીપોર્ટ કાઢી આપવો જ પડે તો જ સિવિલ હોસ્પિટલમાં કે અન્યત્ર બાળાનું નિદાન થાય અને સારવાર થઇ શકે.

પિતા હિરેનભાઇ ગોરખીયા લાંબા સમયથી મુંજવણમાં હતા. ત્યાં તાજેતરમાં એમને ભગવાન મળી ગયા હોય તેમ રાજકોટ આવેલા સંવેદશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવાનો તુરત મોકો મળી ગયો મુખ્યમંત્રી ડિએચ કોલેજના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા

ત્યારે હિરેનભાઇ ગોરખીયાએ મુખ્યમંત્રીને મળી પોતાની આપવિતી જણાવી હતી. દીકરીની સારવાર માટે કલેકટર પાસેથી બહેરા રીપોર્ટ મેળવવો જરૂરી છે એવી રજૂઆત એમને કરી હતી.

આથી સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ ત્યાંને ત્યાં સ્થળ પર જ કલેકટરને આદેશ આપ્યો હતો કે, હિરેનભાઇને જરૂરીયાત મુજબનો બહેરા રીપોર્ટ આપી દેવો.

છેલ્લા ચાર દિવસથી હિરેનભાઇ ગોરખીયા કલેકટર કચેરીના પગથીયા ઘસી ઘસીને થાકી ગયા છે.

દીકરીના પિતા હિરેનભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ કલેકટરને મળવા માટે છેલ્લા 4 દિવસથી કચેરીના ધક્કા ખાઇએ છીએ છતાં રાજકોટ કલેકટર મળતા નથી.

Read About Weather here

જો રાજકોટ કલેકટર મળે તો દીકરીની સારવાર માટે આગળની કાર્યવાહી કરી શકાય.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here