
રાજકોટ: રાજકોટ મહાનગર ખૂબ જ ઝડપથી ચારેય દિશાઓમાં વિસ્તાર પામી રહ્યું છે. નવા- નવા રહેણાંક વિસ્તારો, ઉદ્યોગો, દુકાનો, વાણિજ્ય સંકુલો, શોપિંગ મોલ, શહેરને દિવસે- દિવસે મહાકાય અને વિશાળ બનાવી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે, માર્ગો પર વાહનો અને લોકોની અવરજવરમાં વધારો થાય જ. આવા સંજોગોને ધ્યાનમાં લઇ શહેરમાં એકેએક વિસ્તારોમાં મજબુત અને પાકા માર્ગોનું હોવું વિકાસની ગતિને જાળવી રાખવા માટે અભિન્ન અંગ ગણાય. કમનસીબે રાજકોટના અનેક જુના અને નવા વિકસતા વિસ્તારોમાં નવા બનેલા હોય કે તાજેતરમાં બનેલા હોય તમામ પાકા રસ્તાઓની ભયંકર દુર્દશા થઇ જવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ માર્ગો પર મોટા-મોટા ઊંડા ખાડાઓનું એકચક્રી રાજ જોવા મળી રહ્યું છે. પરિણામે આવા માર્ગો પરથી વાહન ચલાવવા એટલે શરીરના હાડકા અને કમર તોડવાને સીધું આમંત્રણ આપવા જેવું છે.અહીં છે તો માત્ર ખાડા, ખાડા અને ખાડા. અહીંથી વાહન કઈ રીતે ચલાવવું એ વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બની રહે છે. અત્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે રસ્તાઓ પરના મહાકાય ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે
Read About Weather here
અને નાના મોટા તળાવો અને સ્વિમિંગ પુલ બની જાય છે એટલે તેમાંથી વાહન ચલાવવાનું કામ મુશ્કેલ નહીં પણ અશક્ય બની રહે છે. સ્માર્ટ રાજકોટના વારંવાર બણગા ફૂકતા રહેલા જવાબદાર અને લગતા- વળગતા તંત્ર વાહકોને આ ખાડા દેખાતા નથી કે શું? કે પછી કોઈ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોવાઈ રહી છે? જવાબ શાસકોએ આપવાનો છે કે આ રોજીંદી પીડામાંથી રાજકોટીયનનો છુટકારો ક્યારે કરાવવામાં આવશે?(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here