આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. આ વર્ષે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન તથા આયુષ શર્માએ મંગળવાર, 3 મેના રોજ ઈદની પાર્ટી આપી હતી. જોકે, પાર્ટીમાં ખાન પરિવાર સાથે ક્લોઝ રિલેશન રાખતી કેટરીના કૈફ હાજર નહોતી.અર્પિતાની ઈદ પાર્ટીમાં કેટરીના કૈફની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. કેટરીનાને ના જોતા બી ટાઉનમાં એવી ચર્ચા થવા લાગી કે અર્પિતાએ કેટને આમંત્રણ જ આપ્યું નહોતું.
Visit Saurashtra Kranti Homepage here

![Arpita Khan Eid bash: Salman Khan, Kangana Ranaut, Shehnaaz Gill and more grace Arpita Khan's Eid bash [View Pics]](https://st1.bollywoodlife.com/wp-content/uploads/2022/05/Salman-Khan7.jpg)
ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફે પોતાના લગ્નમાં ખાન પરિવારને નિમંત્રણ આપ્યું નહોતું, તેથી એવી ચર્ચા હતી કે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.ખરી વાત તો એ છે કે ઈદ પાર્ટીના દિવસે કેટરીના મુંબઈમાં જ નહોતી. કેટરીના દિલ્હી ગઈ હતી. અહીંયા વિકી કૌશલ અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.સલમાન ખાન તથા કેટરીના કૈફ નિકટના મિત્રો છે. લગ્ન બાદ કેટરીનાએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઇગર 3’નું શૂટિંગ કર્યું હતું. ખાન પરિવાર તથા કેટરીનાના સંબંધોમાં કોઈ જાતની કડવાશ આવી નથી.કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે.
Read About Weather here

આ ઉપરાંત તેની ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ માટે તૈયાર છે. કેટરીના ફિલ્મ ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા તથા આલિયા ભટ્ટ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં થશે, તેમ માનવામાં આવી રહ્યું છે.પાર્ટીમાં કંગના રનૌત, કરન જોહર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, મીકા સિંહા, કરિશ્મા કપૂર, એકતા કપૂર, સુસ્મિતા સેન, સોનાક્ષી સિંહા, હુમા કુરૈશી, રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા, શહનાઝ ગિલ, તબુ, હિમેશ રેશમિયા, જેકલીન ફર્નાન્ડિઝ, કાર્તિક આર્યન, શનાયા કપૂર, તુષાર કપૂર, વરુણ શર્મા, મનીષ મલ્હોત્રા, અંગદ બેદી-નેહા ધૂપિયા, સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા સહિતના મહેમાનો આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here