નવાથોરાળા, હંસરાજનગર અને રૈયાધારમાં જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૮ શખ્સોની ધરપકડ: રૂ. ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે
શહેરમાં શ્રાવણ માસ પૂર્વે જુગારની મૌસમ ખીલી હોય તેમ શહેર પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ જુગારનાં દરોડા પાડી રૂ. ૧૦૧૦ લાખના મુદ્દામાલ સાથે ચાર મહિલા સહિત ૧૮ પતા પ્રેમીઓની ધરપકડ કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ શહેરમાં વેળા નવા થોરાળા વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે નવા થોરાળામ દરોડો પાડતા તીનપતીનો જુગાર રમતા હિતેશ ધીરુ આંબલીયા, પરસોતમ નરશી આંબલીયા તથા અરવિંદ ધીરુ આંબલીયા સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂ. ૫૩૫૦૦ ની રોકડ કબ્જે કરી હતી.
જયારે અન્ય એક દરોડામાં પ્ર.નગર પોલીસનાં પી.આઈ એલ.એલ.ચાવડાની સુચનાથી પી.એસ.ઈ કે.ડી.પરમાર સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે હંસરાજનગર શેરી.૧૦ આવેલા વિરભંજન ડુપ્લેક્ષ મકાનમાં તીનપતીનો જુગાર રમતી જયશ્રીબેન વિવેક ઓઝા (રહે, નાગેશ્વર સેલિબ્રેશન એપાર્ટમેન્ટ), ભાવના ત્રિકમ આહુજા (રહે, હંસરાજનગર), સીમા ખુશાલ રામચંદાણી (રહે, સિંધી કોલોની), સીમરન રવિ ગોકવાણી (રહે, પરસાણા નગર), નયન ઉર્ફે નીકું રમેશ કારવા (રહે, હંસરાજનગર), પ્રદિપ ઉર્ફે કાનો રાજુ જેઠવાણી (રહે, જંકશન પ્લોટ) સહિત છ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૨૦૪૩૦ કબ્જે કર્યા છે.
Read About Weather here
જયારે ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસ મંથકનાં પી.આઈ એ.એસ.ચાવડાની સુચનાથી પી.એસ.ઐં એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે રૈયાધાર મફતિયા પરામાં વેલ શ્યામ ગૌશાળા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા લાલા બીજલ ભોણીયા, સાગર અમુ મકવાણા, મહેન્દ્ર કેશુ મકવાણા, ધર્મેશ મનસુખ રાઠોડ, મુકેશ નાગેશ્વર બિહારી, ભૂપત વિજય રાઠોડ, ગુલાબ ગીધા રાઠોડ સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૩૩૨૫૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here