શ્રાવણ માસ પૂર્વે ખાધ્યતેલના ભાવમાં વધારો:ગૃહિણીઓમાં દેકારો

શ્રાવણ માસ પૂર્વે ખાધ્યતેલના ભાવમાં વધારો:ગૃહિણીઓમાં દેકારો
શ્રાવણ માસ પૂર્વે ખાધ્યતેલના ભાવમાં વધારો:ગૃહિણીઓમાં દેકારો

મોંઘવારીનો માર: લોકો પરેશાન

કપરાકાળમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ તો આર્થિક વ્યવહારમાં કાપ મૂકી જરૂર પુરતી જ વસ્તુઓ ખરીદવામાં આવે છે. આર્થિક ભીષણ હોવા છતાં સરકાર દરેક વસ્તુમાં થોડા-થોડા અંશે રૂ.50-60 નો વધારો કરી જનતા પર મોંઘવારીના પ્રહારો કરતી રહી છે.

Subscribe Saurashtra Kranti here

પેટ્રોલ-ડીઝલ, ગેસ, દવાઓ, તેલ વગેરેમાં ભાવ વધારાનો દોર ચાલુ જ છે. અગાઉ કપાસિયા તેલ, સિંગ તેલમાં વધારા બાદ વચ્ચે રૂ.30-40 નો ઘટાડો આપ્યો હતો પરંતુ ફરી એકવાર કપાસિયા તેલમાં રૂ. 30 અને સિંગતેલમાં રૂ.15નો પ્રતિ ડબ્બા દીઠવધારાયો છે. આ સાથે પામોલીન તેલમાં પણ રૂ. 25નો વધારો કર્યો છે. તેલના વધતા ભાવથી ગૃહિણીઓ ઘરખર્ચમાં કાપ મુકવા મજબુર બની છે.

સિંગતેલના ભાવ 15 કિલો નવા ટીનના રૂ. 2340-2380 હતા. જેમાં રૂ.110 નો વધારો કરી આજે રૂ. 2459-2490 એ પહોચ્યો છે. કપાસિયા તેલ રૂ.2265 થી 2295 હતા. જેમાં રૂ.145 ના વધારા બાદ 2400 ને આસપાસ ડબ્બાનો ભાવ થયો છે. પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના રૂ. 200-300 નો ભાવ ફર્ક રહેતા વિકલ્પ રહેતો પણ તેલના ભાવ વધારા બાદ બંને તેલમાં માત્ર રૂ.4-5 નો ફર્ક રહે છે અને પામોલીન તેલ ફરસાણ માટે વપરાતું હોવાથી ફરસાણ પણ  મોંધુ થશે.

Read About Weather here

બીજી તરફ છેલ્લા ૩ દિવસથી ધોધમાર વરસાદ પડતા રાજકોટ માર્કેટ યાર્ડમાં વરસાદી માહોલના પગલે મગફળી સોદા થયા ન હતા અને આવતીકાલે પણ મગફળીની આવક યાર્ડે બંધ કરાવી છે. મગફળીના ભાવ વધારા થતા જ રહે છે અને કપાસનો ભાવ રૂ. 1744 હોવા છતાં કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ. 2400 આસપાસ પહોચ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here